: ૧૬ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૪ :
તત્ક્ષણ એક સમયમાં તે આત્મા અને બંધને જુદા કરી નાંખે છે. ચેતના જ્યાં અંતરમાં
એકાગ્ર થઈ કે તે જ સમયે તે બંધભાવોથી જુદા શુદ્ધઆત્માને અનુભવે છે. આવું
ભેદજ્ઞાન નિપુણ પુરુષો કરે છે; નિપુણ પુરુષો એટલે આત્માનુભવમાં પ્રવીણ જીવો; –
પછી તે પુરુષ હો કે સ્ત્રી હો, સ્વર્ગનો દેવ હો કે નરકનો નારકી હો; આત્માનો અનુભવ
કરવામાં પ્રવીણ છે તે જીવો નિપુણ છે, મોક્ષને સાધવાની કળા તેને આવડે છે...એને
સંસારનો કિનારો નજીક આવી ગયો છે. આવા ભેદજ્ઞાનનિપુણ જીવો પ્રજ્ઞાછીણી વડે
બંધથી ભિન્ન શુદ્ધ આત્માને સાધે છે. આવું ભેદજ્ઞાન જીવને આનંદ ઉપજાવે છે.
ભેદજ્ઞાન થતાંવેંત જ આનંદરૂપ શુદ્ધઆત્મા અનુભવમાં આવે છે, ને બંધભાવો
શુદ્ધસ્વરૂપથી બહાર જુદા રહી જાય છે. આ મોક્ષમાર્ગ છે.
વાહ! સન્તો આવું ભેદજ્ઞાન કરાવીને કહે છે કે ભાઈ! તું અંતરમાં આવું ભેદજ્ઞાન કર.
આ ભેદજ્ઞાન તને મહા આનંદ ઉપજાવશે ને મોક્ષ પમાડશે. ભેદજ્ઞાન માટેનો આ અવસર છે.
અનાદિના બંધનથી છૂટીને સુખી થવા માટેનો આ વખત છે. તું આ વખતને ચૂકીશ મા.
* * *
ગુરુદેવ પરમ વાત્સલ્યભરી પ્રેરણાથી કહે છે કે હે ભાઈ! અત્યારે આત્મજ્ઞાન
માટેનો આ અવસર છે....તું આ વાત લક્ષમાં તો લે. માંડ આવા ટાણાં મળ્યા છે...તેમાં
કરવાનું તો એક આ જ છે. અંદરમાં જરા ધીરો થઈ, બહારના કાર્યોનો રસ છોડી,
વિચાર કરે તો તને જણાશે કે આત્માનો સ્વભાવ અને રાગ બંને એક થઈને રહેવા
યોગ્ય નથી પણ જુદા પડવા યોગ્ય છે. બંનેનો સ્વભાવ જુદો છે તેથી જુદા પડી જાય છે.
ભાઈ! સમય–સમય કરતાં કાળ તો ચાલ્યો જ જાય છે; તેમાં જો તું તારા સ્વભાવ–
સન્મુખ ન થયો તો તેેં શું કર્યું ? જે કરવા જેવું કાર્ય છે તે તો આ જ છે. ગમે તેટલા
પ્રયત્ન વડે પણ વિકારથી ભિન્ન ચેતનનો અનુભવ કરવો–તે જ કરવાનું છે.
તારી ચેતના રાગને ચેતવામાં (અનુભવવામાં રોકાય છે તેને બદલે ચેતના
અંદરમાં વળી શુદ્ધઆત્માને ચેતે–અનુભવે કે તરત જ આત્મા અને બંધની ભિન્નતાનો
અનુભવ થાય છે. –એક સમયમાં જ આવો ઉપયોગપલટો થઈ જાય છે.
દુનિયાના જીવો દુનિયાના બાહ્યકાર્યોમાં પોતપોતાનું ડહાપણ ને પ્રવીણતા દેખાડે
છે....તો હે ભાઈ! તું તારા આત્માના અનુભવમાં પ્રવીણ થા....તેમાં ઉદ્યમી થા, તારી
ચેતનાને રાગથી જુદી કરીને શુદ્ધ સ્વરૂપમાં પેસાડ...તે ક્ષણે જ તને પરમ આનંદ થશે.
ભેદજ્ઞાનમાં નિપુણ જીવો આનંદસહિત પોતાના શુદ્ધઆત્માને અનુભવે છે. –આવો
અનુભવ તે મોક્ષમાર્ગ છે, તે કરવા જેવું કામ છે.
અહા! સાવધાન થઈને આત્માના વિચારનો ઉદ્યમ કરે તેમાં તો ઊંઘ ઊડી જાય
તેવું છે. જેને સમ્યગ્દર્શન પ્રગટ કરવું છે તે તો આત્મા અને બંધની ભિન્નતાના