પચીસ વર્ષ પૂરા થાય છે. ત્યારે ગુરુદેવના
પરમ ઉપકારથી ભરેલા સંસ્મરણો ઘણી
ભકિતથી જાગૃત થાય છે...ને પવિત્ર સંતોના
ચરણોમાં વીતેલા મધુરતાભર્યા પચીસ વર્ષ
હૃદયને પુલકિત કરે છે.
આ અબુધ બાળકને તે વખતે તો કલ્પના પણ ન હતી કે હવેનું આખુંય જીવન આ
સંતના ચરણમાં જ રહેવાનું મહાભાગ્ય મળશે. તે વખતે તો મારા વડીલ ભાઈજીની સાથે
માત્ર ચાર દિવસ માટે રાજકોટ આવેલો, અને મારા ભાઈજીની પ્રેરણાથી એક
ડાયરીબુકમાં મેં ગુરુદેવના પ્રવચનમાંથી થોડીક નોંધ કરી. તે વખતે પ્રવચનમાં
સમયસારની છઠ્ઠી ગાથાનો છઠ્ઠો દિવસ ચાલતો હતો...ને મેં પહેલું વાકય આ લખ્યું હતું
: ‘દ્રવ્યદ્રષ્ટિથી દ્રવ્ય જે છે તે જ છે.’
થવા દ્યે! અજાણ્યો અજાણ્યો રસ્તો શોધતો હું સ્ટેશન તરફ જઈ રહ્યો હતો ત્યાં તો
અચાનક વરસાદ આવવા લાગ્યો –જાણે કે એ વરસાદરૂપી મધુરી વાણીદ્વારા આકાશ
મને કહેતું હોય કે ‘તું અહીંથી જા મા...અહીં જ તારું હિત છે.’ છતાં હું તે આકાશવાણી
ન સમજ્યો ને સ્ટેશન તરફ આગળ પહોંચ્યો. સ્ટેશનની નજીક પહોંચતા જ જોયું કે
ટ્રેઈન તો આ ચાલી જાય!!