તને તે ટાળવાની દરકાર ક્યાંથી રહેશે? જો પરદ્રવ્ય તને દોષ કરાવશે –તો તારામાં પોતાનો
કાંઈ પુરુષાર્થ છે કે નહિ? પરદ્રવ્યને આધીન થયા વગર સ્વાધીનપણે શુદ્ધતારૂપ પરિણમવાની
તારામાં કાંઈ તાકાત છે કે નહિ? વિકારથી બચવાનો ને સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવ પ્રગટ
કરવાનો સ્વસન્મુખ પુરુષાર્થ તું કર, ત્યારે જ તારામાં શુદ્ધતા થશે ને દોષ મટશે. ઊંધાઈ કે
સવળાઈ, અશુદ્ધતા કે શુદ્ધતા એ બંને મારા જ પુરુષાર્થનું કામ છે એમ જે સમજે તે
સ્વપુરુષાર્થદ્વારા અશુદ્ધતા ટાળીને શુદ્ધતા કરશે પણ પોતાના પુરુષાર્થને જ જે નહિ સ્વીકારે
તેને અશુદ્ધતા ટાળીને શુદ્ધતાનો અવસર કયાંથી આવશે?
ઢગલા આત્માને શુદ્ધતાથી ડગાવી દ્યે કે અશુદ્ધતા અથવા દ્વેષ કરાવે એમ નથી. અનુકૂળ–
પ્રતિકૂળ સંયોગ વચ્ચે પણ આત્મા નિજસ્વરૂપમાં લીન થઈને કેવળજ્ઞાની–પરમાત્મા બની શકે
છે...એવો તે સ્વતંત્ર પરમેશ્વર છે.
ઋષભદેવના જીવને મુનિરાજનો પ્રસંગ મળી ગયો તેમ.) જ્ઞાનીની ઉપાસના ન કરી માટે
રખડયો એનો અર્થ એમ છે કે જ્ઞાનીએ જેવું આત્મસ્વરૂપ સમજાવ્યું તેવું પોતે અનુભવમાં ન
લીધું તેથી રખડ્યો, એટલે કે પોતે પાત્રતા ન કરી માટે રખડ્યો, પોતાની પાત્રતા વગર
જ્ઞાનીની પણ સાચી ઓળખાણ થતી નથી. જ્ઞાનીનો યોગ તો ઘણાને મળ્યો, પરંતુ જીવની
પોતાની પાત્રતા વગર જ્ઞાની પણ એને શું કરે? માટે આચાર્યદેવ કહે છે કે હે ભાઈ! તારા
ભાવમાં તું તારી સ્વતંત્રતા જાણ, ને સ્વભાવ તરફનો સમ્યક્ પ્રયત્ન ઉપાડ તો તારી અશુદ્ધતા
ટળે ને શુદ્ધતા થાય. એવી શુદ્ધપરિણતિનો આ અવસર છે.