: ૩૨ : આત્મધર્મ : શ્રાવણ : ર૪૯૪
(આ ઉપરાંત ઉદય અને પારિણામિક એ બે ભાવો બધા ગુણસ્થાનોમાં સર્વત્ર સમજી
લેવા.)
• પાંચ ભાવોમાંથી જીવને ઓછામાં ઓછા બે ભાવો હોય છે. –તે કોને? કે
સિદ્ધભગવંતોને; કયા બે ભાવો? એક ક્ષાયિક ને બીજો પારિણામિક.
• સિદ્ધભગવાન સિવાય સંસારી જીવોને ઓછામાં ઓછા ત્રણ ભાવો હોય છે;
કોઈને ચાર હોય છે, ને કોઈને પાંચ પણ હોય છે; તે વાતની સમજણ પાછળના
કોઠામાં મળશે.
• ઉપશમભાવવાળા જીવો સૌથી ઓછા; ક્ષાયિકવાળા તેથી વિશેષ; ક્ષયોપશમવાળા તેથી
વિશેષ, ઉદયભાવવાળા તેથી વિશેષ : ને પારિણામિકભાવવાળા તેથી વિશેષ છે.
• કાળ અપેક્ષાએ સંસારી જીવોમાં–સૌથી થોડો કાળ ઉપશમનો, તેથી વિશેષ
ક્ષાયિકનો, તેથી વિશેષ ક્ષયોપશમનો, તેથી વિશેષ ઉદયને અને પારિણામિકનો
(માનનીય ટ્રસ્ટી શ્રી મગનભાઈનો પત્ર મળેલ, તે ઉપરથી આ વિવેચન આપ્યું
છે. આ પાંચ ભાવોસંંબંધી ૧૦૧ પ્રશ્નો અને ઉત્તરદ્વારા અનેકવિધ સ્પષ્ટતા માટે
જુઓ–આત્મધર્મ અંક ૨૪૯ તથા ૨પ૦)
ચાલો જાણીએ પુરાણની વાતો
રાજા રાવણ માંસાહારી ન હતો.
હનુમાનજી એ વાંદરો ન હતો. રાવણને
રામે નથી માર્યો પણ લક્ષ્મણે માર્યો છે.
ભવિષ્યમાં લક્ષ્મણ અને રાવણ બંને
સગા ભાઈ થશે.
રામચંદ્રજી માંગીતુંગીથી મોક્ષ પામ્યા
છે. રાવણ અને લક્ષ્મણ એ બંને ભવિષ્યમાં
તીર્થંકર થઈને મોક્ષ પામશે.
રાવણના ભાઈ કુંભકર્ણ બડવાનીથી
મોક્ષ પામ્યા છે.
હનુમાનજી માંગીતુંગીથી મોક્ષ પામ્યા છે.
હનુમાનજીની માતા તે અંજનાસતી.
રાવણના પુત્ર ઈન્દ્રજીત બડવાનીથી મોક્ષ
પામ્યા છે.
પાંડવો પાંચભાઈ ન હતા પણ છ ભાઈ
હતા, –તેમાં સૌથી મોટા કર્ણ.
સૌરાષ્ટ્રમાં ૨૪ માંથી એક તીર્થંકર મોક્ષ
પામ્યા છે, ને તે ગીરનાર ઉપરથી.
શ્રી કૃષ્ણ અને નેમિનાથ પીતરાઈ ભાઈ
થાય.
શ્રી કૃષ્ણને બીજા છ ભાઈઓ (ત્રણ
જોડકા) હતા, તેઓ મુનિ થઈને મોક્ષ પામ્યા છે.
શ્રીકૃષ્ણ હવે પછીના અવતારમાં તીર્થંકર
થઈને મોક્ષ પામશે.