: શ્રાવણ : ર૪૯૪ આત્મધર્મ : ૩૧ :
ક્યા ગુણસ્થાને ક્યા ક્યા ભાવો હોય છે?
• જીવના ખાસ પાંચ ભાવો છે–
ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક, ઔદયિક, ને પારિણામિક.
• તેમાંથી કયા જીવને ક્યા ક્યા ભાવો સંભવે છે તેનો વિચાર;
• સિદ્ધ ભગવંતોને ક્ષાયિક અને પારિણામિક એ બે ભાવો હોય છે. તે
સિવાય સંસારી જીવોમાં નીચે મુજબ સમજવું–
• ઉદયભાવ તથા પારિણામિકભાવ ૧ થી ૧૪ બધા ગુણસ્થાનોમાં હોય છે.
• ક્ષયોપશમભાવ ૧ થી ૧૨ સુધીના બધા ગુણસ્થાનોમાં હોય છે.
• ઉપશમભાવ ૪ થી ૧૧ સુધીના ગુણસ્થાનોમાં સંભવે છે.
• ક્ષાયિકભાવ ૪ થી ૧૧ ગુણસ્થાનોમાં સંભવે છે, ને ૧૨ થી ૧૪
ગુણસ્થાનોમાં નિયમથી હોય છે.
કયા ગુણસ્થાને કયા ભાવ સંભવે છે તે નીચેના કોઠા પરથી ખ્યાલમાં આવશે–ઉદય અને
પારિણામિક એ બે ભાવો બધા ગુણસ્થાનોમાં છે, બાકીના ત્રણ ભાવો કોઠામાં બતાવ્યા મુજબ છે.
(તેમાં ફૂદડીની નિશાનીવાળા ભાવો–તે તે ગુણસ્થાને સંભવિત છે; અને બાકીના ફૂદડી– વગરના
ભાવો તે ગુણસ્થાને નિયમથી હોય છે એમ જાણવું.)
ગુણસ્થાન–ક્રમ –તેમાં વર્તતા ભાવો –
૧ ક્ષયોપશમ –
૨ ક્ષયોપશમ – –
૩ ક્ષયોપશમ – –
૪ ક્ષયોપશમ * ઉપશમ * ક્ષાયિક
પ ક્ષયોપશમ * ઉપશમ * ક્ષાયિક
૬ ક્ષયોપશમ * ઉપશમ * ક્ષાયિક
૭ ક્ષયોપશમ * ઉપશમ * ક્ષાયિક
૮ ક્ષયોપશમ * ઉપશમ * ક્ષાયિક
૯ ક્ષયોપશમ * ઉપશમ * ક્ષાયિક
૧૦ ક્ષયોપશમ * ઉપશમ * ક્ષાયિક
૧૧ ક્ષયોપશમ * ઉપશમ * ક્ષાયિક
૧૨ ક્ષયોપશમ – ક્ષાયિક
૧૩ –– –– ક્ષાયિક
૧૪ –– ––– ક્ષાયિક