જીવોને માર્ગદર્શન આપ્યું. જેમ વિકલ્પમાં ચૈતન્યનો ભાર ઉપાડવાની તાકાત
નથી તેમ હે નાથ! આ ધર્મયુગનો ભાર ઉપાડવાની આપના સિવાય કોઈની
તાકાત ન હતી. હે દેવ! મોટામોટા મુનિવરો પણ આપની સ્તુતિ પૂરી કરી ન
શક્યા, ને અંતે વિકલ્પ તોડીને સ્વરૂપમાં સમાયા; તો હું આપની સ્તુતિ કેમ કરી
શકીશ? છતાંય, હે નાથ! જેમ ઊંડી ગૂફામાં જ્યાં સૂર્યનાં કિરણો ન પ્રવેશી શકે
ત્યાં શું નાનકડો દીપક અજવાળું નથી કરતો? તેમ હું મારી અલ્પબુદ્ધિ દ્વારા
આપની સ્તુતિ કરવા તત્પર થયો છું. કેવળજ્ઞાનરૂપી સૂર્ય તો મારી પાસે નથી
પણ મતિ–શ્રુતજ્ઞાનરૂપી નાનકડા દીપક વડે અમારા ચૈતન્યની સંભાળ કરીને હું
આપની સ્તુતિ કરીશ. એ નાનકડા દીપકના પ્રકાશમાં પણ હું આપને દેખી
લઈશ. હે પ્રભો! મતિ–શ્રુતજ્ઞાનની જેટલી તાકાત છે તેટલા વડે હું આપને
મેળવી લઈશ એવો મને હરખ અને વિશ્વાસ છે. અલ્પ મતિ–શ્રુતજ્ઞાનની
સ્વસંવેદનશક્તિદ્વારા પણ હું ચૈતન્યસ્વભાવને અનુભવીને આપની આરાધના
કરીશ.
સર્વજ્ઞના માર્ગને પ્રકાશીત કરીને પોતે નિઃશંક તે માર્ગે ચાલ્યા જાય છે.
(એકીભાવ સ્તોત્ર–પ્રવચનમાંથી)