Atmadharma magazine - Ank 298
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 44 of 45

background image
દશ પ્રશ્ન.......દશ ઉત્તર
(૧) પ્રશ્ન :– અમને આનંદ ક્યાંય ગોત્યો
જડતો નથી!
ઉત્તર :– દુઃખ તો દેખાય છે ને? –હા! તો એ
દુઃખની પાછળ જ આનંદ રહેલો છે.
દુઃખ એ આનંદની વિકૃતિ છે એટલે
જ્યાં દુઃખ છે ત્યાં તે જ વખતે
આનંદશક્તિ વિદ્યમાન જ છે.
આનંદશક્તિ ન હોય તો દુઃખ પણ ન
હોય (જેમકે જડમાં.) –આ રીતે દુઃખ
એ આનંદના અસ્તિત્વની પ્રસિદ્ધિ કરી
રહ્યું છે!
(૨) પ્રશ્ન :– હું કોણ?
ઉત્તર : શુદ્ધ ચૈતન્યવસ્તુ તે હું.
(૩) પ્રશ્ન :– વન્દનયોગ્ય કોણ?
ઉત્તર :– આત્માના જ્ઞાન–દર્શન–ચારિત્રની
શુદ્ધતા જેને પ્રગટી છે તે.
(૪) પ્રશ્ન :– વન્દન કરનાર કોણ?
ઉત્તર :– શુદ્ધતાને ઓળખીને તેને પ્રગટ કરવા
ચાહતો હોય તે.
(પ) પ્રશ્ન :– વન્દનની વૃત્તિ કયાં સુધી?
ઉત્તર :– છઠ્ઠા ગુણસ્થાન સુધી જ.
(૬) પ્રશ્ન :– અરિહંત પ્રભુ કેવળી પરમાત્મા
કોઈને વંદન કરે?
ઉત્તર :– ના. તેઓ વંદ્ય છે, વંદક નથી.
(૭) પ્રશ્ન :– જગતમાં ભાવેન્દ્રિયો કેટલી?
ઉત્તર :– અનંત.
(૮) પ્રશ્ન :– જગતમાં દ્રવ્યેન્દ્રિયો કેટલી?
ઉત્તર :– અસંખ્યાત.
(૯) પ્રશ્ન :– જીવ શુભરાગથી શોભે છે?
ઉત્તર:– ના; જીવની શોભા રાગથી નથી જીવની
શોભા તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રથી
છે.
(૧૦) પ્રશ્ન :– શુભરાગ તે સિદ્ધિનો ઉપાય
છે?
ઉત્તર :– ના; ઉપેય અને ઉપાય (સાધ્ય અને
સાધન) એ બંનેરૂપે જ્ઞાન જ પરિણમે
છે. જ્ઞાનનું અધૂરું પરિણમન તે
સાધન, અને જ્ઞાનનું પૂરું પરિણમન તે
સાધ્ય, એ રીતે બંનેમાં જ્ઞાનનું જ
પરિણમન છે, તેમાં રાગ નથી. રાગનું
ભવન તે કાંઈ સાધન નથી, તે તો
બાધક છે; જ્ઞાનનું ભવન તે જ સાધન
છે. સાધ્ય અને સાધન બંનેની એક
જાત છે. સાધ્ય તો શુદ્ધ જ્ઞાન અને તેનું
સાધન રાગ–એમ સાધ્ય–સાધનમાં
વિરુદ્ધતા નથી. વિરુદ્ધ સાધન માને તે
સિદ્ધિને સાધી શકતો નથી, તે
સંસારમાં જ રખડે છે.
રાગને જે મોક્ષનું સાધન માને છે તે
ઉપાય અને ઉપેય બંનેથી ભ્રષ્ટ છે;
નથી તો તેઓ મોક્ષ પામતા, કે નથી
મોક્ષના માર્ગને જાણતા; તેઓ તો
મિથ્યાત્વથી સંસારમાં જ રખડે છે.