
કરીને ભલામણ કરે છે કે વીતરાગવિજ્ઞાનનો આ ઉપદેશ તમે ધ્યાનપૂર્વક સાંભળો; દુઃખથી છૂટવા
ને મોક્ષસુખ પામવા માટેનો આ ઉપદેશ ઉપયોગ લગાવીને તમે સાંભળો. તેનાથી જરૂર તમારું
હિત થશે. બીજેથી ઉપયોગ હઠાવીને આ તમારા હિતની વાત પ્રેમથી–ઉત્સાહથી સાંભળો.
શ્રી
ઉપદેશ નથી દેતા, પણ જે સમજવાની ધગશવાળા છે એવા શિષ્યોને કહે છે કે તમે સાંભળો. જેમ
પાણી જોઈએ તો તે માટે ઘરના ગાય વગેરે પશુને તે નથી કહેતા કે પાણી આપ; કેમકે તેનામાં
તેવી શક્તિ નથી. પણ સમજદાર આઠ વર્ષના બાળકને પાણી લાવવાનું કહેતાં તે સમજી જાય છે;
તેમ આત્માનું સ્વરૂપ સમજવાની જેનામાં તાકાત છે, જેનામાં તેવી જિજ્ઞાસા જાગી છે એવા
જીવોને સન્તો તેની વાત સંભળાવે છે ને કહે છે કે સુણ! એટલે કે અમે જે ભાવ કહીએ છીએ તે
તું લક્ષમાં લે. ભાવ સમજે તો જ ખરું સાંભળ્યું કહેવાય.
વિકલ્પો છોડીને, આ વીતરાગવિજ્ઞાનની વાત લક્ષપૂર્વક સાંભળો. બીજા રસ છોડીને આ
ચૈતન્યના વીતરાગવિજ્ઞાનમાં તત્પર થાઓ.
વીતરાગવિજ્ઞાનનો ઉપદેશ અમારી પાસે છે તે ધ્યાનપૂર્વક સાંભળો. બાકી સંસારમાં પૈસા વગેરે
કેમ મળે કે રોગાદિ કેમ મટે–એનો ઉપદેશ અમારી પાસે નથી; અમારી પાસે તો સુખનો પોષક
એવો વીતરાગવિજ્ઞાનનો જ ઉપદેશ છે. તેની જેને ગરજ હોય તે સાંભળો.