Atmadharma magazine - Ank 299
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 41
single page version

background image
ફોન નં : ૩૪ ‘‘આત્મધર્મ” Regd. No. G. 182
મહાવીરપ્રભુનાં સૌ સન્તાન છે તૈયાર......તૈયાર.......
બાલવિભાગના સભ્ય એટલે વીરપ્રભુના સન્તાન, વીરપ્રભુના
સન્તાનો કેવા કેવા ઉત્તમ કાર્યો કરવા માટે તૈયાર હોય તે આ
કૂચગીતમાં બતાવ્યું છે. દરેક બાળકને ઉત્સાહ પ્રેરે એવું આ
બાલસભ્યોનું કૂચગીત સૌને ગમશે; રથયાત્રા, પ્રભાતફેરી વગેરે પ્રસંગે
આ ગીત ગાઈ શકાય. આ ગીતના પ્રેરક છે. બ્ર. વિદ્યાબેન જૈન
(મોરબી)–જેઓ સંસ્કારી બાલશિક્ષણના ખૂબજ હિમાયતી છે.
(જૈનબાળકોનું કૂચગીત)
મહાવીર પ્રભુનાં સૌ સન્તાન.... છે તૈયાર છે તૈયાર.
જિનશાસનની સેવા કરવા છે તૈયાર છે તૈયાર.
સિદ્ધ પદનું સ્વરાજ લેવા છે તૈયાર છે તૈયાર.
અરિહંત પ્રભુની સેવા કરવા, છે તૈયાર છે તૈયાર.
જ્ઞાની ગુરુની સેવા કરવા, છે તૈયાર છે તૈયાર.
તીર્થધામની યાત્રા કરવા છે તૈયાર છે તૈયાર.
જૈનધરમનાં શાસ્ત્રો ભણવા છે તૈયાર છે તૈયાર.
શાસન માટે જીવન દેવા.... છે તૈયાર છે તૈયાર.
સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા છે તૈયાર છે તૈયાર.
સમ્યગ્જ્ઞાનની જ્યોત જગાવા.. છે તૈયાર છે તૈયાર.
સાધુદશાનું સેવન કરવા છે તૈયાર છે તૈયાર.
મોહશત્રુને જીતી લેવા.... છે તૈયાર છે તૈયાર.
વીતરાગી નિર્મોહી થાવા... છે તૈયાર છે તૈયાર.
આતમ ધ્યાનની ધૂન મચાવા... છે તૈયાર છે તૈયાર.
જ્ઞાયકનો પુરુષાર્થ કરવા.... છે તૈયાર છે તૈયાર.
વીરના માર્ગે દોડી જાવા.... છે તૈયાર છે તૈયાર.
મોક્ષના દરવાજા ખોલવા... છે તૈયાર છે તૈયાર.
સંસારસાગર પાર ઉતરવા છે તૈયાર છે તૈયાર.
સિદ્ધપ્રભુની સાથે રહેવા છે તૈયાર છે તૈયાર.
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક : મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય : સોનગઢ (પ્રત : ૨પ૦૦)