: ૧૨ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૪
જુઓને, સુખને માટે જગતના જીવો કેવા વલખાં મારે છે! જાણે રૂપિયામાંથી
સુખ લઈ લઉંં! જાણે રૂપાળા શરીરમાંથી કે બંગલામાંથી સુખ લઈ લઉં! એમ બહારમાં
વલખાં મારે છે. અરે, ઘરબાર છોડીને, શરીરને પણ છોડીને (–આપઘાત કરીનેય)
સુખી થવા ને દુઃખથી છૂટવા માંગે છે. ભલે એના એ ઉપાયો સાચા નથી, પણ એટલું તો
નકકી થાય છે કે જીવો સુખને ચાહે છે ને દુઃખથી છૂટવા માંગે છે.
સુખને કોણ ન ઈચ્છે! સુખને ન ઈચ્છે તે કાં સિદ્ધ – વીતરાગ, કાં નાસ્તિક અને
કાં જડ! એકેન્દ્રિયાદિ જીવોને ભલે મન કે વિચારશક્તિ નથી, છતાં અવ્યક્તપણે પણ
તેઓ સુખને જ ઈચ્છે છે. એ પ્રમાણે જગતના અનંતા જીવોને સુખની જ ચાહના છે, ને
દુઃખનો ત્રાસ છે. સુખને ચાહતા હોવા છતાં, સાચું સુખ કોને કહેવાય ને તે સુખ કેવા
ઉપાયથી પ્રગટે તે જાણતા નથી. તેથી અહીં શ્રીગુરુ તેનો ઉપદેશ આપે છે. ગુરુ એટલે
દિગંબર આચાર્ય–સન્ત તે અહીં મુખ્ય છે. જ્ઞાન–દર્શન–ચારિત્રરૂપી ગુણમાં જે મોટા છે
એવા ગુરુઓએ વીતરાગવિજ્ઞાનરૂપ મોક્ષમાર્ગનો ઉપદેશ આપીને જગતના જીવો ઉપર
મોટો ઉપકાર કર્યો છે. પોતાને તેવો રાગ બાકી હતો ને જગતના જીવોનાં ભાગ્ય હતા
તેથી કુંદકુંદાદિ ગુરુઓએ જગતને મોક્ષ માર્ગનો પરમ હિતકર ઉપદેશ દીધો છે.
કુંદકુંદસ્વામી પોતે કહે છે કે અમારા ગુરુઓએ અનુગ્રહપૂર્વક અમને શુદ્ધાત્માનો ઉપદેશ
આપ્યો હતો.... તે અનુસાર હું આ સમયસારમાં શુદ્ધાત્મા દેખાડું છું; તેને હે ભવ્યજીવો!
તમે સ્વાનુભવથી જાણો.
શ્રીમદ્ રાજચંદ્રજી પણ આત્મસિદ્ધિમાં કહે છે કે–
કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ;
માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ.
અરે, બાહ્ય ક્રિયામાં ને બહારના લુખા જાણપણામાં જીવો ધર્મ એટલે કે
મોક્ષમાર્ગ માની રહ્યા છે, તે જોઈને જ્ઞાનીને કરુણા ઊપજે છે; તેથી તેમણે જગતને
સાચો મોક્ષમાર્ગ સમજાવ્યો છે. દુઃખ કેમ છે ? – કે ‘જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો
દુઃખ અનંત.’ ભાઈ! તારા આત્માનું સ્વરૂપ ન સમજવાથી તું અનંતદુઃખ પામ્યો....તે
સ્વરૂપ શ્રીગુરુ તને સમજાવે છે... તે સમજ તો તારું દુઃખ મટશે, ને તને પરમ આનંદ
થશે. (સમજાવ્યું તે પદ નમું શ્રી સદ્ગુરુ ભગવંત.)
વાહ! વીતરાગમાર્ગી સન્તોએ પોતે મોક્ષને સાધતાં સાધતાં જગતના જીવોને
પણ હિતનો ઉપદેશ આપ્યો છે : અરે પ્રાણીઓ! તમારા હિત માટે આત્માનું સ્વરૂપ તમે
સમજો. પં. દૌલતરામજી કહે છે કે એ પ્રમાણે શ્રીગુરુઓએ આત્માના ભલા માટે જે
હિતોપદેશ આપ્યો તે જ હું આ છ–ઢાળામાં કહીશ. ભલે આ શાસ્ત્ર નાનું