Atmadharma magazine - Ank 299
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 41

background image
રજતજયંતિનું વર્ષ
૨૯૯
ધન્ય આપણી ભારતભૂમિ!
આધુનિક દુનિયાના બધા દેશો કરતાં આપણા
ભારતદેશનું ગૌરવ મહાન છે. જગતમાં સર્વેશ્રેષ્ઠ એવા
ચોવીસેય તીર્થંકર ભગવંતોને જન્મ દેવાનું લોકોત્તર ગૌરવ
આપણા ભારતદેશને જ પ્રાપ્ત છે.
બીજા દેશો બાહ્ય સંપત્તિમાં કે બાહ્ય વિદ્યાઓમાં કદાચ ભલે
આગળ વધેલા ગણાતા હોય, પણ કેવળજ્ઞાનરૂપ વીતરાગ
વિજ્ઞાનનો વારસો, અને સમ્યકત્વાદિ અધ્યાત્મ–સંપત્તિ, તો આપણા
ભારતદેશ પાસે જ છે...આપણે એના વારસદાર છીએ. પરદેશ
વસતો કોઈપણ ભારતીય ગૌરવપૂર્વક કહી શકે કે તીર્થંકર ભગવંતો
મારા દેશમાં જન્મ્યા હતા; ને અમે એના વારસદાર છીએ.
૨૪ તીર્થંકર ભગવંતો મોક્ષ પણ આપણા ભારતદેશમાં જ
પામ્યા; ૨૪ તીર્થંકરોની સિદ્ધભૂમિ થવાનું ગૌરવ પણ ભારતને
જ પ્રાપ્ત છે.
આપણે આવા મહાન ભારતદેશના સંતાન છીએ–એ
આપણું ગૌરવ છે; –પણ એ ગૌરવની સફળતા ત્યારે કે જ્યારે
આપણે પણ એ તીર્થંકરોના જીવનઆદર્શને આપણા જીવનમાં
ઝીલીએ...ને તેમના પંથે જઈએ.
તંત્રી : જગજીવન બાવચંદ દોશી * સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૪ ભાદરવો (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ ૨પ : અંક ૧૧