: ૧૦ : આત્મધર્મ : આસો : ૨૪૯૮
સમયસારની પાંચમી ગાથામાં પણ નિજ–આત્માના વૈભવનું વર્ણન કરતાં આચર્યદેવ
કહે છે કે ભગવાન સર્વજ્ઞદેવથી માંડીને અમારા ગુરુપર્યંત જે પરાપર ગુરુઓ–તેમણે
અનુગ્રહપૂર્વક અમને જે શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો તેના વડે અમને નિજવૈભવની પ્રાપ્તિ
થઈ છે. પોતાને જે નિજવૈભવ પ્રગટ્યો તેમાં નિમિત્ત કોણ છે તેની પ્રસિદ્ધિ કરીને
વિનય કર્યો છે.
જેમ ગતિક્રિયામાં ધર્માસ્તિ જ નિમિત્ત હોય, તેમ વીતરાગી મોક્ષમાર્ગમાં ગમન
કરવામાં વીતરાગી–પંચપરમેષ્ઠી ભગવંતો ભગવંતો જ નિમિત્ત હોય. આચાર્યદેવ કહે છે
કે પંચમરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરીને, તેમના પ્રસાદથી મેં સાક્ષાત્ મોક્ષમાર્ગ
અંગીકાર કર્યો છે. હું મોક્ષમાર્ગનો આશ્રય કરું છું, એટલે કે શુદ્ધાત્મામાં એકાગ્ર થતાં
મોક્ષમાર્ગ પર્યાય પ્રગટી જાય છે તેને મોક્ષમાર્ગનો આશ્રય કર્યો–એમ કહેવાય છે.
આવી દશાવાળા આચાર્યદેવ આ પ્રવચનસારના પ્રારંભમાં તીર્થનાયક મહાવીર
ભગવાન વગેરે પંચપરમેષ્ઠી ભગવંતોને ઉત્કૃષ્ટ ભક્તિપૂર્વક નમસ્કાર કરે છે,–જાણે
પંચપરમેષ્ઠી ભગવંતો પોતાની સન્મુખ સાક્ષાત્ બિરાજતા હોય તેમ તેમને નમસ્કાર કરે
છે, અને વીતરાગ–શુદ્ધોપયોગરૂપ ચારિત્ર અંગીકાર કરવાની પ્રતિજ્ઞા કરે છે.
(ગાથા ૧ થી પ)
પંચપરમેષ્ઠીને વંદન કરતાં તે પંચપરમેષ્ઠીનું સ્વરૂપ તો ઓળખે છે ને સાથે
પોતાનું પરમાર્થસ્વરૂપ કેવું છે તે પણ ઓળખે છે. નમસ્કાર કરનાર હું કેવો છું? કે
સ્વસંવેદનથી પ્રત્યક્ષ જ્ઞાનદર્શનસ્વરૂપ છું. દેહની ક્રિયારૂપ હું નથી, વંદનના રાગનો
વિકલ્પ ઊઠ્યો તે વિકલ્પસ્વરૂપ હું નથી, હું તો જ્ઞાનદર્શનસ્વરૂપ છું, ને મારા આવા
આત્માને મેં સ્વસંવેદનમાં પ્રત્યક્ષ કર્યો છે.
આવો સ્વસંવેદનપ્રત્યક્ષ હું, પ્રથમ તો શ્રી વર્દ્ધમાનદેવને નમસ્કાર કરું છું–કેમકે
તેઓ પ્રવર્તમાન તીર્થના નાયક છે; વળી કેવા છે ભગવાન વર્ધમાનદેવ? સુરેન્દ્રો, નરેન્દ્રો
ને અસુરેન્દ્રોથી વંદિત છે તેથી ત્રણલોકના એક સર્વોત્કૃષ્ટ ગુરુ છે. ઊર્ધ્વલોકના સુરેન્દ્રો,
મધ્યલોકના નરેન્દ્રો ને અધોલોકમાં ભવનવાસી વગેરે અસુરેન્દ્રો એમ ત્રણ લોકના
જીવોથી ભગવાન વંદનીય છે. કોઈક મિથ્યાદ્રષ્ટિ જીવો ન માને તેની ગણતરી નથી કેમકે
ત્રણ લોકના ઈન્દ્ર વગેરે મુખ્ય જીવો ભગવાનને વંદે છે, તેથી ત્રણે લોકથી ભગવાન
વંદનીય છે.
વળી ભગવાને ઘાતિકર્મને ધોઈ નાખ્યા છે તેથી સર્વજ્ઞતા પ્રગટી છે,
અનંતશક્તિરૂપ પરમેશ્વરતા પ્રગટી છે; ભગવાનને પ્રગટેલી અનંતશક્તિરૂપ પરમેશ્વરના
જગત ઉપર અનુગ્રહ કરવામાં સમર્થ છે. ભગવાનની વાણીની વાત અહીં ન લીધી, પણ
સીધી ભગવાનના આત્માની વાત લીધી; ભગવાનના આત્માને પ્રગટેલી
અનંતશક્તિરૂપ પરમેશ્વરના જગત ઉપર ઉપકાર કરવા સમર્થ છે એટલે તે પરમેશ્વરતાને
જે સમજે