: ૨૨ : આત્મધર્મ : આસો : ૨૪૯૮
સમાન શુદ્ધ છે–એમ સિદ્ધપણાની હા પાડીને જે સાંભળવા ઊભો તેને
સાધકભાવ શરૂ થઈ જ જાય,–એવા અપૂર્વભાવે સમયસારની શરૂઆત થાય છે.
આ રીતે અનંત સિદ્ધભગવંતોને આત્મામાં બોલાવીને આરાધકભાવની
ઝણઝણાટી બોલાવતું અપૂર્વ મંગળાચરણ કર્યું.
‘जय समयसार’ ‘णमो सिद्धांण’
સિદ્ધપ્રભુજી આંગણે પધાર્યા....
સમયસારના પહેલાં જ પાઠમાં આચાર્યદેવ કહે છે કે હે ભવ્ય! તારા આત્મામાં
સિદ્ધપણું સ્થાપ; સિદ્ધભગવંતોને અરીસાની જેમ આદર્શરૂપે રાખીને તારું સ્વરૂપ દેખ કે
‘જેવા આ સિદ્ધ છે તેવો જ હું છું. ’ –આવા લક્ષે સમયસાર સાંભળતાં તારો અદ્ભુત
આત્મવૈભવ તને તારામાં દેખાશે.
અહા, સમયસારની શરૂઆતમાં જ આત્મામાં સિદ્ધભગવંતો પધાર્યા છે. એક
મોટો રાજા ઘરે આવતાં પણ હૃદયમાં હર્ષની ઝણઝણાટી જાગી જાય છે તો સિદ્ધભગવાન
જેના અંતરમાં આવ્યા તેના આત્મામાં આરાધકભાવના આનંદની ઝણઝણાટી જાગી
જાય છે.
આત્મામાં આરાધકભાવની ઝણઝણાટી બોલે ત્યારે સમજવું કે હવે
સિદ્ધભગવાન શ્રદ્ધામાં પધાર્યા; ને પોતે સાધક થઈને સિદ્ધ પાસે ચાલ્યો. આનું નામ–
‘णमो सिद्धाणं’