: આસો : ૨૪૯૮ આત્મધર્મ : ૨૩ :
રામને વહાલો ચાંદો..........સાધકને વહાલા સિદ્ધ
નાનકડા રામચંદ્રજીના હૃદયમાં આકાશમાંથી ચાંદો લઈને ગજવામાં નાંખવાનું
મન થયું...અનુભવી દીવાનજીએ સ્વચ્છ દર્પણમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાડીને રામને રાજી
કર્યાં....
તેમ સિદ્ધભગવાનનો પરમ મહિમા સાંભળતાં મુમુક્ષુને તેની ભાવના જાગે
છે....ને સિદ્ધ ભગવાન સામે જોઈને બોલાવે છે કે હે સિદ્ધ ભગવાન! અહીં પધારો!
ત્યારે અનુભવી–ધર્માત્મા સમજાવે છે કે ભાઈ! તારા જ્ઞાનદર્પણને સ્વચ્છ કરીને
તેમાં તું દેખ.... તારામાં જ અંતર્મુખ જો...તો સિદ્ધપણું તને તારામાં જ દેખાશે...ને તને
પરમ આનંદ થશે.
એ રીતે સ્વસન્મુખદ્રષ્ટિ કરીને જોતાં પોતાનું સ્વરૂપ જ સિદ્ધસ્વરૂપે દેખાયું......ને
પરમ પ્રસન્નતા થઈ....પરમ આનંદ થયો.