: ૨૪ : આત્મધર્મ : આસો : ૨૪૯૮
ચારિત્રધર્મ
વીતરાગચારિત્ર જ ઈષ્ટ છે; શુભરાગ ઈષ્ટ નથી
પ્રવચનસારના પ્રારંભમાં પાંચ ગાથા દ્વારા
પંચપરમેષ્ઠી ભગવંતોને નમસ્કારરૂપ મંગલાચરણ
કર્યું .....ને શુદ્ધોપયોગરૂપ વીતરાગચારિત્ર તે જ
સાક્ષાત્ મોક્ષમાર્ગ છે એમ બતાવીને તે મોક્ષમાર્ગ
આચાર્યદેવે અંગીકાર કર્યો. –એનું ભાવભીનું
પ્રવચન આ અંકની શરૂઆતમાં આપે વાંચ્યું.
હવે છઠ્ઠી ગાથામાં આચાર્યદેવ કહે છે કે વીતરાગચારિત્ર તે ઈષ્ટ ફળવાળું છે તે જ
સુખરૂપ મોક્ષ દેનાર છે, તેથી થે ઉપાદેય છે; અને રાગ તો અનિષ્ટફળ દેનાર છે, રાગનું
ફળ તો બંધન અને કલેશ, છે, તેથી તે હેય છે.
ચારિત્રને ધર્મ કહ્યો છે, –પણ કયું ચારિત્ર? વીતરાગભાવરૂપ ચારિત્ર; મોહ અને
રાગ–દ્વેષ વગરનું ચારિત્ર; તે ધર્મ છે, તેનું ફળ મોક્ષ છે. શુભરાગ તે ચારિત્ર નથી, તે તો
કષાયકણ છે, તેનાથી કલેશ અને બંધન થાય છે; અરે આવું સ્પષ્ટ ધર્મનું સ્વરૂપ, છતાં
અજ્ઞાનીઓ શુભરાગને અને પુણ્યને ધર્મ માને છે. શુભરાગમાં કે પુણ્યફળમાં સુખ નથી–
એ વાત આચાર્યદેવ આ પ્રવચનસારમાં ઘા પ્રકારે યુક્તિથી સ્પષ્ટ સમજાવશે.
અહા, મોક્ષમાર્ગી મુનિવરો તો શુદ્ધોપયોગ વડે મોક્ષને સાધવા માંગે છે; વચ્ચે
શુભરાગ આવી પડે તેની ભાવના નથી, તે રાગના ફળમાં તો પુણ્યબંધન થાય છે ને
ભવ કરવો પડે છે.
જુઓ, પચાં પાંડવમુનિવરો શત્રુંજ્યગિરિ ઉપર ધ્યાનમાં ઊભા હતા. ત્યાં ધગ
ધગતા લોખંડના દાગીના પહેરાવીને દુર્યાધનના ભાણેજે ઉપસર્ગ કર્યો....ત્યારે તેમાંથી