Atmadharma magazine - Ank 300
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 30 of 49

background image
: આસો : ૨૪૯૮ આત્મધર્મ : ૨૭ :
બતાવ્યું કે તે મોક્ષમાર્ગ નથી, તે તો અનિષ્ટ ફળવાળું છે, સાચું ચારિત્ર તો
વીતરાગભાવ છે ને તે મોક્ષમાર્ગ છે; ઈષ્ટ એવા મોક્ષફળને તે દેનારું છે. એવા
ચારિત્રધર્મનું સ્વરૂપ સાતમી ગાથામાં કહે છે.
‘ચારિત્ર છે તે ધર્મ છે’
મોક્ષનું કારણ તો વીતરાગભાવ છે. વીતરાગભાવરૂપ ચારિત્ર તે ધર્મ છે.
મોહરહિત ને ક્ષોભરહિત, એટલે મિથ્યાત્વરહિત અને રાગ–દ્વેષરહિત એવા
ભગવાન આત્મા ચૈતન્યપ્રકાશી–સૂર્ય છે; તેના ચૈતન્યકિરણોમાં રાગાદિ મેલ
નથી. ચૈતન્યના પ્રતપનરૂપ ચારિત્ર તે રાગની પ્રવૃત્તિ વગરનું છે. તમે ચારિત્રની ક્રિયા
માનો છો? તો કહે છે કે હા; ચારિત્રની ક્રિયા કેવી હોય? કે પોતાના શુદ્ધસ્વરૂપમાં
પ્રવૃત્તિરૂપ ક્રિયા તે ચારિત્રની ક્રિયા છે. આવી ક્રિયા વડે મોક્ષ સધાય છે. મોક્ષની સાધક
આવી ચારિત્રક્રિયાને અજ્ઞાની ઓળખતો નથી. અહો, ચારિત્રદશાનું આવું
વીતરાગીસ્વરૂપ, અત્યારે તો તે સાંભળવાનું પણ મહાભાગ્યે મળે છે, તો તેવી સાક્ષાત્
ચારિત્રદશાના મહિમાની શી વાત! આ શમરસરૂપ ચારિત્ર તે ભવાગ્નિના તાપને શાંત
કરનાર છે. ચૈતન્યના અતીન્દ્રિય શાંતરસમાં ઠરી ગયેલા મુનિવરોને ચારિત્રદશા હોય છે.
દર્શનમોહ અને ચારિત્રમોહ બંનેનો નાશ કરીને, શુદ્ધાત્માની પ્રતીત અને તેમાં એકાગ્રતા
થાય ત્યારે ચારિત્રદશા અને મુનિપણું પ્રગટે છે. અહા, મુનિ થયા તે તો પરમેષ્ઠી થયા,
જગત્પૂજ્ય