શુદ્ધપરિણતિ વગર સમ્યગ્દર્શન–મુનિપણું કે કેવળજ્ઞાન કાંઈ હોતું નથી. શુદ્ધપરિણતિ તે
જ ધર્મ છે, તે જ મિથ્યાત્વાદિ ભાવરૂપ સંસારમાં ડુબતા આત્માનો ઉદ્ધાર કરીને શુદ્ધ–
ચૈતન્યસ્વરૂપમાં સ્થિર કરે છે. તેથી આગળ કહેશે કે હે ભવ્ય જીવો! જો તમને દુઃખથી
મુક્ત થવાની ભાવના હોય તો પંચપરમેષ્ઠીને પ્રણમન કરીને આવા શુદ્ધોપયોગરૂપ
વીતરાગચારિત્રને અંગીકાર કરો. અમે તો એવી ચારિત્રદશા અનુભવી છે, ને તમે પણ
જો તેને અંગીકાર કરવા ચાહતા હો તો તે માર્ગના પ્રણેતા અમે આ ઊભા.