: ૩૨ : આત્મધર્મ : આસો : ૨૪૯૮
પાઠશાળા ચાલુ છે
અમને જણાવતાં હર્ષ થાય છે કે
મુંબઈ, દાદર વીંછીયા, સુરેન્દ્રનગર,
ફતેપુર, અમદાવાદ વગેરે ગામોમાં જૈન
પાઠશાળા ચાલુ હોવાના સમાચાર મળ્યા
છે, ને દરેક ઠેકાણે બાળકો સારી સંખ્યામાં
ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. બીજા
કેટલાક ગામોમાં (રાજકોટ–મોરબી
વગેરેમાં) પાઠશાળા ચાલુ કરવાનો
પ્રયાસ ચાલી રહ્યો છે. એવી જાગૃતી
કરીએ કે ગામેગામ પ્રાચીનયુગની માફક
બાળકોના ગુંજારવથી પાઠશાળાઓ
શોભતી હોય...ને જીવ–અજીવની
ભિન્નતાની ઘરે ઘરે ચર્ચા થતી હોય.
જરૂર છે
જૈન સંસ્કારો માટે જેટલી જરૂર
જિનમંદિરની છે એટલી જ જરૂર
જૈનપાઠશાળાઓની છે.
જૈન પાઠશાળા એટલે જ્ઞાનની
પરબ....તે જલ્દી ખોલો અને તૃષાતુર–
બાળકોની તૃષા છીપાવો. આપના ગામમાં
જૈન પાઠશાળા સત્ત્વરે ચાલુ કરો.
છ દ્રવ્ય
જીવ પહેલો, પુદ્ગલ બીજું,
ત્રીજું ધર્માસ્તિ, ચોથું છે અધર્મ ને
પંચમ તો આકાશ; કાળને છઠ્ઠું
જાણજો, એવાં આ છ દ્રવ્ય, એ
દ્રવ્યોને જાણતાં સાચી શ્રદ્ધા થાય.
વિશ્વમહીં છ દ્રવ્ય આ શ્રી સર્વજ્ઞે કહેલ;
બાલવિભાગના બાળને મોઢે કરવા સહેલ.
(અસ્મિતાબેન, જૈન બોટાદ)
વૈરાગ્ય સમાચાર
* ગત વૈશાખ વદ એકમના રોજ ભાવનગરના બાબુભાઈ મનમોહનદાસ ગાંધી
સેલ્વાસ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. (ગતાંકમાં આ સમાચાર છાપવાનું ભૂલથી રહી ગયું હતું.)
* રાજકોટ મુકામે ભાઈશ્રી છગનલાલ દેવચંદ મહેતા (તે મગનલાલ સુંદરજીના
ભત્રીજા) ભાદરવા વદી બીજના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
* બોટાદના શ્રી મણીબેન ગાંધી (તે સમતાબેનના માતુશ્રી) ભાદરવા સુદ ૧૦
ના રોજ માટુંગા મુકામે સ્વર્ગવાસ પામ્યા છે.
* રાશંગપુર (જામનગર) ના ભાઈશ્રી વેલજી ભીમજી હરીયા નાઈરોબી
(આફ્રિકા) મુકામે તા. ૧૭–૯–૬૮ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
–સ્વર્ગસ્થ આત્માઓ અવારનવાર ગુરુદેવના દર્શનનો લાભ લેતા હતા. દેવ–
ગુરુ–ધર્મની છાયામાં તેઓ આત્મહિત પામો.
પૂજારીની જરૂર છે
* સુરેન્દ્રનગરમાં દિ૦ જિનમંદિર માટે એક વણિક પૂજારીની જરૂર છે... પગાર
યોગ્યતા મુજબ; જેમને રહેવાની ઈચ્છા હોય તેમણે નીચેના સરનામે તપાસ કરવી.
દોશી લલ્લુભાઈ ધનજીભાઈ (ટ્રસ્ટી) ઠે૦ ધ્રાંગધ્રા ઉતારા સામે, સુરેન્દ્રનગર