: આસો : ૨૪૯૮ આત્મધર્મ : ૩૩ :
ભગવાનનો ઉપદેશ અમારા માટે છે
સમયસારની પાંચમી ગાથામાં આત્માના નિજવૈભવનું વર્ણન કરતાં આચાર્યદેવ
કહે છે કે (अनुशासजजन्मा) ભગવાને અને ગુરુઓએ પ્રસાદીરૂપે જે ઉપદેશ આપ્યો તે
ઉપદેશરૂપ અનુશાસનવડે અમારો નિજવૈભવ પ્રગટ્યો છે. –(આના વિવેચન વખતે
ગુરુદેવ ઘણી પ્રસન્નતાપૂર્વક ખીલ્યા હતા ને અદ્ભુત ભાવો સમજાવ્યા હતા. જાણે
સર્વજ્ઞભગવાન અત્યારે જ પોતાને સંબોધીને ઉપદેશ આપી રહ્યા હોય–એવા ભાવો
ઉલ્લસતા હતા.
ભગવાને જે ઉપદેશ આપ્યો તે અમને અનુલક્ષીને જ આપ્યો છે.... અમારા ઉપર
અનુગ્રહ કરીને, અમને જ સંબોધીને ભગવાનનો ઉપદેશ નીકળ્યો છે. ભગવાને ઉપદેશ
આપ્યો ત્યારે તે અમારા માટે જ આપ્યો હતો–એમ પોતાના ભાવની ભગવાનના
ઉપદેશ સાથે સીધી સંધિ કરી છે.
ભગવાન તો ઘણાકાળ પહેલાંં થઈ ગયા ને?
કાળનું આંતરું અમે જોતા નથી; ભાવમાં અંતર નથી, માટે કાળનું અંતર પણ
નડતું નથી.
ભગવાને જે ઉપદેશ આપ્યો તે ઠેઠ અમારા સુધી પ્રસાદીરૂપે પ્રાપ્ત થયો છે.
ભગવાન અને પરંપરા બધા ગુરુઓ શુદ્ધાત્મામાં અંતર્નિમગ્ન છે. પોતે
શુદ્ધાત્મામાં અંર્તનિમગ્ન હતા, ઉપદેશમાં પણ શુદ્ધાત્મામાં અંતર્નિમગ્ન થવાનું કહ્યું,
અને અમે તે ઝીલીને શુદ્ધાત્મામાં અંતર્નિમગ્ન વર્તીએ છીએ... અને તેનો જ ઉપદેશ
આપીએ છીએ. આવી સંધિપૂર્વકના નિજવૈભવથી આચાર્યદેવ શુદ્ધાત્મા દેખાડે છે.
હું શુદ્ધાત્માનું સ્વરૂપ સંભળાવીશ... એનો અર્થ એ થયો કે શ્રોતા પણ એવો છે કે
જે શુદ્ધાત્માનું સ્વરૂપ જ સાંભળવા તત્પર છે, એનાથી વિરુદ્ધ બીજી વાત જેને ગોઠતી
નથી; એવા જિજ્ઞાસુ શ્રોતાને અમે શુદ્ધાત્મા સંભળાવીએ છીએ. આનંદસહિત અમારા
શુદ્ધાત્માને અમે અનુભવ્યો છે તે અનુભવસહિત અમે દેખાડશું, ને તમે એવા
અનુભવવડે શુદ્ધાત્માને દેખજો.
જુઓ, તો ખરા! શ્રોતાને ભેગો ને ભેગો રાખીને આ સમયસારમાં શુદ્ધાત્મા
દેખાડ્યો છે.