: ૩૪ : આત્મધર્મ : આસો : ૨૪૯૮
ઉપદેશ આપતી વખતે ભગવાનનું ને સનતોનું લક્ષ અમારા ઉપર હતું...અમારા
જેવા શ્રોતા માટે જ ભગવાનનો ઉપદેશ નીકળ્યો હતો. ભગવાને અમારા ઉપર કૃપા
કરીને ઉપદેશ આપ્યો હતો. પોતાનું ઉપાદાન તૈયાર છે ત્યાં નિમિત્ત સાથે સંધિ કરીને કહે
છે કે એ ઉપદેશ અમને લક્ષીને જ નીકળ્યો હતો...આમ આચાર્યદેવે અદ્ભુત ગંભીરતા
ભરી છે.
(વીર સં. ૨૪૯૪ આસો સુદ ૨)
આઠમી વખત સમયસાર પૂરું થયું ત્યારે–
એ વાતનો આજે તો વીસ વરસ વીતી ગયા... એ દિવસ હતો સં. ૨૦૦પ ની
માગશર વદ આઠમ એટલે કે ભગવાન, કુંદકુંદદેવની આચાર્યપદવીનો મહાન દિવસ.
અને અઢી વરસથી ચાલતા સમયસારના આઠમી વખતનાં પ્રવચનો પૂર્ણ કરતાં ગુરુદેવે
કહ્યું–‘હે જીવો! અંદરમાં ઠરો રે ઠરો! અનંત મહિમાવંત શુદ્ધઆત્મસ્વભાવનો આજે જ
અનુભવ કરો’ ...... ‘શ્રુતપંચમીએ શરૂ થયેલું સમયસાર આચાર્યપદવીના દિવસે પૂર્ણ
થાય છે;–શ્રત એટલે જ્ઞાન, ને આચાર્યપદવીમાં ચારિત્ર છે, જ્ઞાનથી શરૂઆત થઈ તે
ચારિત્રપદ પ્રગટ કરી કેવળજ્ઞાન સુધી પહોંચીને પૂરું થશે.’ આવા મંગલપૂર્વક ગુરુદેવે
સમયસાર પૂરું કર્યું... અને સાથે પૂર્ણતાના ઉલ્લાસમાં ગુરુદેવે પોતે ‘બોલો
સમયસારભગવાનનો...જય હો’ –એમ જય બોલાવી. –ત્યારે સમસ્ત શ્રોતાજનોએ બહુ
આનંદ–ઉલ્લાસથી ભક્તિપૂર્વક એ જયકારને વધાવી લીધો.... એ જ વખતે બેન્ડવાજાના
મંગળનાદથી સ્વાધ્યાયમંદિર ગાજી ઊઠ્યું. એવો હતો એ પ્રસંગ!
આ વાત એવી છે કે જો સમજે તો અંદર
સ્વાનુભૂતિનો રંગ ચડી જાય, ને રાગનો રંગ ઊતરી
જાય. આત્માની શુદ્ધ અનુભૂતિ રાગના રંગ વગરની
છે; જેને આવી અનુભૂતિનો રંગ છે તે રાગથી રંગાઈ
જતો નથી. હે જીવ! એકવાર આત્મામાં રાગનો રંગ
ઊતારી સ્વાનુભૂતિનો રંગ ચડાવ.