પૈડાં ઉપર જિનવાણીનો રથ આજેય મોક્ષમાર્ગ તરફ દોડી રહ્યો છે.
સમયસારનું મંગલાચરણ એટલે સિદ્ધપદની ધૂન...ને પ્રવચનસારનું
મંગલાચરણ એટલે પંચમરમેષ્ઠીની ધૂન. એક સાથે (સવાર–
બપોર) બંનેના પ્રવચનો ચાલતાં સોનગઢમાં તો જાણે કે સિદ્ધ
ભગવંતોનો અને પંચપરમેષ્ઠી ભગવંતોનો મોટો મંગળ મેળો
ભરાયો હોય! એવું વાતાવરણ વર્તી રહ્યું છે. અને ગુરુદેવ એવા
ભાવમાં શ્રોતાઓને ઝુલાવે છે કે જેને મોક્ષ લેવો હોય તે ચાલ્યા
આવો આ મેળામાં! મોક્ષનો આ મંગલમંડપ સમ્યગ્દર્શન ને
સમ્યગ્જ્ઞાનરૂપી દરવાજાથી ને વીતરાગચારિત્રરૂપી તોરણથી શોભી
રહ્યો છે. પંચપરમેષ્ઠીને અને સિદ્ધ ભગવંતોને સાથે લઈને આ
મેળામાં આવ્યો તે મુમુક્ષુ જરૂર મોક્ષ પામશે.