Atmadharma magazine - Ank 300
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 49

background image
: ૨ : આત્મધર્મ : આસો : ૨૪૯૮
સ. મ. ય. સ. ર
[૧૬ મી વખતનાં પ્રવચનોનો મંગલપ્રારંભ]
શ્રી સમયસાર ઉપરનાં ૧૬ મી
વખતનાં પ્રવચનોનો મંગલ પ્રારંભ ભાદરવા
વદી એકમના રોજ થયો. ‘સમયસાર’
એટલે શુદ્ધાઆત્મા, તેના ભાવોનું ફરીફરીને
ઘોલન કરતાં મુમુક્ષુહદયમાં સુખની ઉર્મિઓ
જાગે છે. આત્માનું સાધ્ય એવું સિદ્ધપદ, તે
સિદ્ધદશાને પામેલા સિદ્ધભગવંતોને
આત્મામાં ધ્યેયપણે સ્થાપીને સમયસારનું
ઘોલન કરતાં મોહનો નાશ થઈ જશે–એવા આચાર્યદેવના કોલકરાર સહિત
આ સમયસારને હે ભવ્ય જીવો! તમે ભાવપૂર્વક સાંભળો.
नमः समयसाराय...એમ કહીને શુદ્ધઆત્માને નમસ્કારરૂપ અપૂર્વ મંગળ કર્યું છે.
જગતમાં સારરૂપ શુદ્ધઆત્મા છે, તેનું સ્વરૂપ આ શાસ્ત્રમાં કહેશે, તેને હે ભવ્ય જીવો!
તમે સાંભળો. કેવો છે શુદ્ધઆત્મા? સ્વાનુભૂતિવડે જણાય એવો છે. દ્રવ્યકર્મ–ભાવકર્મ–
નોકર્મરહિત શુદ્ધ છે એટલે સારરૂપ છે. શુદ્ધનયના વિષયરૂપ આવો શુદ્ધઆત્મા જ
સારરૂપ છે, તે જ ધ્યેયરૂપ છે, તેથી તેને ધ્યેયરૂપ સ્થાપીને નમસ્કાર કર્યાં છે. શુદ્ધઆત્મા
તરફ જે ભાવ ઢળ્‌યો તે ભાવ મંગળરૂપ છે.
ઈષ્ટદેવ કોણ? કે સમયસારરૂપ શુદ્ધઆત્મા, તે જ ઈષ્ટદેવ છે, તેને અહીં નમસ્કાર
કર્યાં છે. સ્વાનુભૂતિગમ્ય એવા શુદ્ધઆત્માને નમસ્કાર તે અપૂર્વ માંગળિક છે.
શુદ્ધઆત્માની અસ્તિથી વર્ણન કર્યું તેમાં રાગાદિક અશુદ્ધતાની નાસ્તિ આવી જ ગઈ.
શુદ્ધઆત્મા તરફ જે પર્યાય ઝુકી તેમાં રાગાદિનો અભાવ થયો. સમ્યગ્દર્શન પ્રગટ કરવા
માટે આવા શુદ્ધઆત્મા તરફ સાવધાન થઈને તેને તું લક્ષમાં લે. શુદ્ધદ્રવ્ય સાથે પર્યાયનું
મિલન કરીને તેને હું નમું છું–એવી પરિણતિ તે અપૂર્વ મંગળ છે.