: આસો : ૨૪૯૮ આત્મધર્મ : ૩૯ :
બાલવિભાગના સભ્યોને ૮૦ મા જન્મોત્સવ નિમિત્તે ઉપર મુજબ ચાર કાર્ય માટે
જે ભાવના છે તે માટે તેઓ ૮૦ પૈસાથી માંડીને ૮૦ રૂા. સુધીની રકમો એકઠી કરશે ને
બાલવિભાગના કેટલાક પ્રતિનિધિઓ તેની વ્યવસ્થા (સંપાદકની સલાહ મુજબ)
સંભાળશે.
બાલવિભાગના કેટલાક પ્રતિનિધિઓનાં નામ–સરનામા આ અંકમાં આપ્યાં છે,
તેઓ એકબીજા સાથે પત્રવ્યવહાર દ્વારા સંપર્કમાં આવશે ને વિચારોની આપલે કરશે તો
સૌને ઉત્સાહની વૃદ્ધિ થશે. સલાહ–સૂચના માટે અમદાવાદના પ્રતિનિધિઓનો સંપર્ક
સૌને વધુ ઉપયોગી થશે.
–બંધુઓ! આપણે હજી નાના છીએ, ભલે નાના...પણ વીરનાં સંતાન છીએ.
એટલે વીર થઈને ગુરુદેવની છાયામાં, તેઓશ્રીએ બતાવેલા વીરમાર્ગે ચાલીને આપણે
આપણું આત્મહિત સાધી લેવાનું છે આત્મહિત સાધી લેવા માટે કાંઈ આપણે હવે નાના
ન કહેવાઈએ; માટે વીર બનીને આત્મહિત સાધીએ.
તમારા ગામના ઉત્સાહભર્યા સમાચારો લખતા રહેશો. जय जिनेन्द्र
–લી. તમારો ભાઈ હરિ.
આવતા અંકથી શરૂ થશે–“પુનરાવર્તનરૂપ પરીક્ષા”
• આત્મધર્મ વાંચનાર કોઈ પણ જિજ્ઞાસુ જેમાં રસ લઈ શકે એવો વિભાગ આવતા
અંકથી શરૂ કરીશું.
• તેમાં દશ પ્રશ્નો રજુ કરીશું. આ દશે પ્રશ્નો એવા હશે કે જેના ઉત્તર તેની પહેલાંંના
આત્મધર્મના અંકમાં આવી ગયા હોય. એટલે, આવતા અંકમાં જે દશ પ્રશ્નો રજુ
થશે તેના જવાબો આ ચાલુ અંકમાં (જે આપના હાથમાં છે તેમાં) આવી ગયા છે.
• આ યોજનાને કારણે એક તો તમારે આગલા અંકો સાચવી રાખવા પડશે; ને તેના
લેખો ધ્યાનપૂર્વક વાંચવા પડશે. પ્રશ્નોના ઉત્તર શોધવાના બહાને અગાઉની
સ્વાધ્યાયનું પુનરાર્વતન પણ થઈ જશે. પ્રશ્ન ગમે તેવો કઠિન હોય તોપણ આગલો
(છેલ્લો) અંક વાંચવાથી તેનો ઉત્તર મળી જ જશે... એટલે પ્રયત્ન કરનારને સો
ટકા સફળતાની ખાતરી છે. પ્રશ્નો માટે આવતા અંકની રાહ જુઓ.