Atmadharma magazine - Ank 300
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 49

background image
: ૩૮ : આત્મધર્મ : આસો : ૨૪૯૮
ભાવના જાગી, ને બાકીના બધાય સભ્યોએ પણ તેમાં ઉત્સાહથી ટેકો આપ્યો.
તેથી આ સંબંધમાં નીચે મુજબ બાબત કરવાનું વિચાર્યું છે–
• “ઉપકાર–અંજલિ” અંક (હસ્તલિખિત; જેમાં બધા સભ્યો ભાગ લ્યે.)
• બે હજાર ઉપરાંત બાલસભ્યો તરફથી કોઈ યાદગાર સુંદર વસ્તુ ગુરુદેવને અર્પણ
કરવી.
• ગુરુદેવનું જીવનચરિત્ર છપાવવું.
• બાલસાહિત્યનું એક પુસ્તક છપાવવું. (આ ઉપરાંત “ઉપકાર–અંજલી અંક” માંથી
પણ એક પુસ્તક છપાવવાની કેટલાક સભ્યોની ભાવના છે, તે સંબંધી પાછળથી
અંક તૈયાર થયા બાદ વિચારીશું.) સૌથી પહેલાંં તો સૌએ અંક માટે તૈયારી
કરવાની છે. તે સંબંધી માર્ગદર્શનરૂપ કેટલીક સૂચના અહીં આપવામાં આવે છે–
દરેક બાલસભ્ય ધાર્મિક લેખ–કવિતા–ટૂચકા–ચિત્ર વગેરે તૈયાર કરે ને પછી
ગામે–ગામના સભ્યોના લેખ ભેગા કરીને હસ્તલિખિત અંજલિ–અંક બને તેટલો
સુશોભિત કરીને ગુરુદેવને અર્પણ કરવામાં આવે. આ માટે દરેક સભ્ય પોતાની ઊંચામાં
ઊંચી ભાવનાઅનુસાર લખાણ તૈયાર કરે. લખાણ ગમે તેટલું કરી શકાય; શેમાંકથી
જોઈને પણ લખી શકાય; કોઈની સલાહ લઈને પણ લખી શકાય; છપાયેલા ચિત્રો–ફોટા
વગેરે મેળવીને પણ અંકની શોભા માટે ઉપયોગમાં લઈ શકાય. તમારા અક્ષર સારા ન
હોય તો ગભરાશો નહિ, અમે તે ફરીને સુંદર અક્ષરથી લખાવી લઈશું. (ચિત્રો પોતાને
આવડે તો કરી શકાય; અગર તૈયાર ચિત્રો કે ફોટા તેમાં ચોંટાડી શકાય.
સૌએ લખાણ
પોતાના હાથે જ લખી મોકલવું. (સભ્યો વતી વડીલોએ ન લખવા વિનતિ છે.)
આત્મધર્મના પાનાંનુ જે માપ છે તે માપના કાગળમાં અંક તૈયાર થશે. તે લક્ષમાં
રાખીને ચિત્રલખાણ વગેરે કરવું.
લખાણ વગેરે સામગ્રી તૈયાર કરીને પોતપોતાના ગામના પ્રતિનિધિને કારતક
સુદ પૂનમ સુધીમાં પહોંચાડવી; જ્યાં હજી સુધી સભ્યોનું સંગઠન ન થયું હોય ત્યાં
સંગઠન કરવું. જ્યાં પ્રતિનિધિની સગવડ ન હોય તેઓ નજીકના ગામના પ્રતિનિધિને
લખાણ આપી શકે (જેમકે ગુજરાતના ભાઈઓ અમદાવાદમાં આપી શકે.) અથવા કોઈ
સગવડ ન હોય તો સોનગઢ સંપાદક ઉપર મોકલવું. બધાની સામગ્રી આવી જશે એટલે
તેમાં યોગ્ય સલાહ કે સુધારા–વધારાની સૂચના આપીશું ને પછી સરસ મજાના કાગળમાં
તે લખવાની વ્યવસ્થા કરીશું.