Atmadharma magazine - Ank 300
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 40 of 49

background image
: આસો : ૨૪૯૮ આત્મધર્મ : ૩૭ :
અમે જિનવરનાં સન્તાન...... જિનવરપંથે વિચરશું
ધર્મવત્સલ બંધુઓ.................................................
પૂ. ગુરુદેવના પ્રતાપે આપણા બાલવિભાગે ખૂબ જ ઉત્સાહથી પ્રગતિ કરી છે...
હજી તેની વધુને વધુ પ્રગતિ થાય, ને ભારતના બધા જ બાલસભ્યો તેના કાર્યમાં
ઉત્સાહથી ભાગ લઈ શકે તથા વ્યવસ્થિત કાર્યક્રમો યોજી શકાય–તે માટે જુદા જુદા
ગામની શાખાઓ કરીને તેના પ્રતિનિધિ તરીકે કોઈ એક બે સભ્યો રહે ને સંપાદકની
સૂચના મુજબ પોતપોતાના ગામનું બાલવિભાગનું કાર્ય સંભાળે–એવી વ્યવસ્થા
વિચારવામાં આવી છે. સૌએ આ વ્યવસ્થામાં ઉત્સાહથી સહકાર આપવાની ભાવના
બતાવી છે તે બદલ ધન્યવાદ!
(૧) સૌથી પ્રથમ, જે જે ગામના સભ્યોને બાલસભ્યોનું લીસ્ટ મોકલ્યું છે તેઓ
સારી નોટબુકમાં તે ઉતારી લેજો; ને છેલ્લા ખાનામાં તા. ૧–૧–૬૯ના રોજ જે ઉંમર
તથા અભ્યાસ હોય તે લખીને પૂરું કરશો... બધા ભાઈ–બહેનો આનંદથી એક–બીજાના
સગા ભાઈ–બહેનની માફક રહેજો ને પરસ્પર ઉત્સાહ વધે તેમ કરજો. કેમકે ‘સાચું
સગપણ સાધર્મીનું’
(૨) આપણા બાલવિભાગની ચાર આદર્શ વાતો દરેક સભ્ય લક્ષમાં રાખીને
તેના પાલનનો તથા પ્રચારનો પ્રયત્ન કરજો–
૧ હંમેશાં ભગવાનનાં દર્શન કરવા.
૨ જીવનમાં તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવો.
૩ રાત્રે ખાવું નહિ.
૪ સીનેમા જોવું નહિ.
(૩) પૂ. ગુરુદેવનો આપણા ઉપર મહાન ઉપકાર છે, આપણને ‘વાનરસેના’
માંથી ‘વીરનાં સંતાન’ ગુરુદેવે જ બનાવ્યા છે. આગામી વૈશાખ સુદ બીજે ગુરુદેવનો
૮૦ મો જન્મોત્સવ ‘રત્નચિંતામણિ ઉત્સવ’ તરીકે ઉજવવાનો છે; તે પ્રસંગે
બાલવિભાગના બધા સભ્યો તરફથી પણ ગુરુદેવ પ્રત્યે ‘ઉપકાર–અંજલિ’ વ્યક્ત
કરવાની ઘણા સભ્યોને