કે–“વાર્તાની ચોપડી મળતાં બધા વિદ્યાર્થીઓ એકદમ ખુશખુશ થઈ ગયા; એક જ બેઠકે
વાંચીને પૂરી કરી. વાંચતાં દરેકના ચહેરા ખૂબ જ પ્રફૂલ્લિત હતા. બાળકોને આટલું સુંદર
બાલભોગ્ય ધાર્મિક સાહિત્ય આપવા બદલ અભિનંદન! આજે રોમરોમમાં આનંદની
ટસરો ફૂટી રહી છે કે બાળકોને ચિત્રસહિત આવું સુંદર વાંચન મળ્યું. બાળકો ઘેર ઘેર એ
જ વાર્તા કરતા હતા.”
એટલે ત્રીજો–માસિકસૈકો સમાપ્ત કરે છે ને આવતા અંકથી ચોથા સૈકામાં પ્રવેશ કરશે.
દરેક અંકના સરેરાશ ૪૦ પાનાં ગણીએ તોપણ ૩૦૦ અંકમાં ૧૨૦૦૦ ઉપરાંત પાનાંનું
એકધારુ ઉચ્ચકોટિનું અધ્યાત્મ–સાહિત્ય આત્મધર્મે પીરસ્યું છે. સંસારની ઝંઝટોમાં તે કદી
પડતું નથી. જૈનસમાજના બધા પત્રોમાં આત્મધર્મનું સ્થાન સૌથી ઊંચું છે. દર મહિને
હિંદી–ગુજરાતી મળીને પાંચેકહજાર નકલ છપાય છે; એની કુલ પૃષ્ઠ સંખ્યા ગણીએ તો
(૬, ૦૦, ૦૦૦૦૦) છ કરોડ જેટલી થાય. આત્મધર્મ જેવું ઊંચું છે–તેવા જ ઉચ્ચકોટિના
જિજ્ઞાસુઓનો વિશાળ વાચકસમૂહ પણ તે ધરાવે છે, ને એવું જ ઉચ્ચકોટિનું અવનવું
અધ્યાત્મ–સાહિત્ય ગુરુદેવ હરહમેશ આપી રહ્યા છે...આ રીતે ‘આત્મધર્મ’ તે પૂ. ગુરુદેવ
દ્વારા થતી મહાન પ્રભાવનાનું એક અંગ બની ગયું છે.
માસિકને બદલે પાક્ષિક, અઠવાડિક કે દૈનિકપત્ર કરવું–વગેરે.....” આપણી સંસ્થાના
બંધારણનો આ ઉદ્દેશ પૂ. ગુરુદેવના પ્રતાપે શીઘ્ર સફળ થાય એ જ ભાવના.