Atmadharma magazine - Ank 300
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 46 of 49

background image
: આસો : ૨૪૯૮ આત્મધર્મ : ૪૩ :
પત્ર ત્યાંના ઉત્સાહી પ્રતિનિધિભાઈઓ તરફથી મળ્‌યો છે. જે વાંચતાં,
વીરશાસન પ્રત્યેનો આજના યુવાનોનો પ્રેમ અને અર્પણભાવ દેખીને હૃદય ખૂબ પ્રસન્ન
થાય છે, –ધન્ય છે તે યુવાન બાળકોને કે જેઓ આટલા ઉત્સાહથી તન–મન–ધનથી
ધર્મપ્રભાવનાની તમન્ના ધરાવે છે. ગુરુદેવના જન્મોત્સવ પ્રસંગે “ઉપકાર–અંજલિ”
(ભારતના બાળકોનો હસ્તલિખિત અંક) અને બાલસાહિત્યનું પુસ્તક પ્રગટ કરવા પણ
તેમની ભાવના છે. ગામેગામના બાલસભ્યો એ હસ્તલિખિત અંક માટે વિચારી રહ્યા છે.
તેમની એ ભાવનામાં વડીલોનો પણ ટેકો મળે ને બાળકો જૈનશાસનને શોભાવે–એવી
જિનદેવ પ્રત્યે પ્રાર્થના. (અમદાવાદમાં પચાસેક જેટલા નવા સભ્યો પણ નોંધાયા છે.)
એવો જ ઉત્સાહભર્યો બીજો પત્ર વીંછીયાના પ્રતિનિધિ ભાઈઓ તરફથી આવ્યો
છે; ત્યાં પણ બાલસભ્યોનું સંગઠન અને પાઠશાળા ઉમંગથી ચાલુ થયેલ છે; ને અંજલિ–
અંક માટે પણ તૈયારી કરે છે.
ત્રીજો ઉત્સાહભર્યો પત્ર છે મુંબઈથી ભાઈશ્રી ભરતકુમાર એચ. જૈનનો;
મુંબઈમાં બાલસભ્યોનું સંગઠન કરીને ઘણા ઉત્સાહથી ધાર્મિકપ્રવૃત્તિઓ ઉપાડવા તેમની
તીવ્ર ઉત્કંઠા છે, તે માટે તેઓ પ્રયત્નશીલ પણ છે. પરંતુ મુંબઈ જેવું મોટું શહેર, જ્યાં
૪પ૦ જેટલા આપણા સભ્યો છે, –ત્યાં એકલાથી પહોંચી ન શકાય, એટલે તેમની સાથે
બીજા ત્રણચાર ઉત્સાહી સભ્યોની પ્રતિનિધિ તરીકે જરૂર છે.....જે માટે તેઓ સભ્યોનો
સંપર્ક સાધી રહ્યા છે. ‘અંજલિ–અંક’ માટે તેમજ બાળકોના બીજા કાર્યક્રમો માટે તેઓ
વિચારી રહ્યા છે; મુંબઈના વડીલોનો પણ બાળકોના ઉત્સાહમાં પૂરેપૂરો સાથ છે...
• • •
• તલોદ (ગુજરાત) માં તા. ૨૩–૯–૬૮ થી ૪–૧૦–૬૮ સુધી જૈનધર્મ
શિક્ષણ–શિબિરનું આયોજન હતું.... શિબિરનું ઉદ્ઘાટન માનનીય પ્રમુખશ્રી
નવનીતભાઈ સી. જવેરીના સુહસ્તે થયું હતું. શિબિરમાં સેંકડો જિજ્ઞાસુઓએ ઉત્સાહથી
લાભ લીધો હતો.
• જ્યોતિબેન મગનલાલ (Sy. Bsc.) અમદાવાદથી ઘણો ઉલ્લાસ વ્યક્ત
કરતાં લખે છે કે પહેલાંં અમે બરમા હતા, ત્યાં તો ‘આત્મવૈભવ’ જેવું પુસ્તક ક્યાંથી
મળે? હમણાં ‘આત્મવૈભવ’ પુસ્તક વાંચ્યું; વાંચીને ઘણો ઘણો આનંદ થાય છે. ફરી
બીજીવાર વાંચું છું. તે વાંચીને એમ લાગે છે કે બસ, ચારેબાજુથી જ્ઞાનના દરવાજા ઉઘડી
ગયા છે. ખરેખર, ગુરુદેવ આપણા ઉપર મહાન ઉપકાર કરી રહ્યા છે. (વગેરે)