નૂતન વર્ષના પ્રારંભે........
સંપાદકીય
પચીસ વર્ષ પૂર્ણ કરીને ૨૬મા વર્ષમાં પ્રવેશ કરી રહેલા, આ ‘આત્મધર્મ’ ઉપર,
ને આ બાળક ઉપર પૂ. ગુરુદેવનો હંમેશા અનુગ્રહ રહ્યો છે; તેઓ શ્રી સદાય મંગળરૂપ
છે, ને તેમની મંગલછાયામાં સદાય આત્મિકઆરાધનાની મંગલપ્રેરણા આપણને મળ્યા
કરે છે. ગુરુદેવના આવા મહાન અનુગ્રહને ભાવભીના ચિત્તે યાદ કરીને નૂતનવર્ષના
પ્રારંભે નમસ્કાર કરીએ છીએ...ને નૂતનવર્ષના પ્રારંભે તેઓશ્રીના આશીષ ઝીલીને
આપણે આરાધનામય બનીએ એવી ભાવના ભાવીએ છીએ:
અભિવંદીએ અભિનંદીએ...સુપ્રભાતને ગુરુદેવને...
આશીષ લઈને આપની...હવે સાધીએ નિજકાર્યને.
સુપ્રભાત ખીલ્યું આપને...ગુરુ! અમે હૃદયમાં ખીલવો...
હે આત્મદાતા...જીવનનેતા...પ્રાર્થના હૃદયે ધરો.
–હરિ.