Atmadharma magazine - Ank 301
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 45

background image
વાર્ષિક લવાજમ વીર સં. ૨૪૯પ
ચાર રૂપિયા કારતક
_________________________________________________________________
ભગવાન મહાવીર
અહા...ભરતક્ષેત્રના એ
ધર્મતીર્થકર્તા...જેમનું નામ લેતાં જ
૨૪૯૪ વર્ષને ભેદીને મુમુક્ષુની સ્મૃતિ
ઠેઠ પાવાપુરીના સમવસરણમાં પહોંચી
જાય છે...જ્યાં તીર્થંકરદેવ દિવ્યધ્વનિવડે
મોક્ષમાર્ગ ઉપદેશી રહ્યા છે, જ્યાં
ગૌતમસ્વામી, સુધર્મસ્વામી અને
જંબુસ્વામી જેવા રત્નત્રયધારી સંતો એ
વાણી સાક્ષાત્ ઝીલીને મોક્ષમાર્ગ સાધી
રહ્યા છે, ઈન્દ્રો અને શ્રેણીક જેવા
રાજવીઓ ભક્તિથી પ્રભુચરણને સેવી
રહ્યા છે... અહા...શ્રુતનો સમુદ્ર ઉલ્લસી
રહ્યો છે...અઢીહજાર વર્ષને ઉલ્લંઘીને
ઉલ્લસતા એ શ્રુતસમુદ્રના મધુર તરંગો આજેય મુમુક્ષુના હૃદયને પાવન કરે છે.
અહા, પ્રભો! જેવા સિદ્ધાલયમાં બિરાજો છો એવા જ પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ
આનંદરૂપે આપ અહીં આ ભરતભૂમિમાં, આ પાવાપુરીમાં બિરાજતા હતા, ને એ
અતીન્દ્રિય જ્ઞાન–આનંદમય અમારા સ્વરૂપને આપ સમવસરણમાં પ્રકાશતા હતા.
આજેય ચાલી રહેલા આપના માર્ગનો એ પ્રવાહ પ્રાપ્ત કરીને અમેય આપના માર્ગે આવી
રહ્યા છીએ...એટલે આપ જાણે અમારી સામે સાક્ષાત્ બિરાજો છો.