Atmadharma magazine - Ank 301
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 34 of 45

background image
: કારતક : ૨૪૯પ આત્મધર્મ : ૩૧ :
પુનરાવર્તનરૂપ પરીક્ષા.....
(જોઈને લખવાની છૂટ)
જેમાં આત્મધર્મના બધા જ વાંચકો ભાગ લઈ શકે એવો એક નવો વિભાગ
આ પાનાં પર શરૂ થાય છે...જે સૌને ગમશે.
અહીં નીચે દશ પ્રશ્નો આપ્યા છે. એ દશે પ્રશ્નોના જવાબ ગત માસના અંકમાં
(અંક ૩૦૦માં) આવી ગયેલા છે તેમાંથી તમારે શોધી કાઢવાના છે; કામ તો સહેલું
છે, પણ તે માટે તમારે બે વાત કરવી પડશે (૧) ગયા માસના અંકો સાચવી
રાખવા પડશે, ને (૨) તે આખો અંક ધ્યાનપૂર્વક વાંચવો પડશે. ભાગ લેનારને
૧૦૦ ટકા સફળતાની ખાતરી છે, કેમકે જોઈને લખવાની છૂટ છે.
(૧) સમયસારનું મંગલાચરણ એટલે સિદ્ધપદની ધૂન...ને પ્રવચનસારનું મંગલાચરણ એટલે...?
(૨) અનેકાન્તમય જિનવાણી–રથના બે પૈડાં! એ બંને પૈડાં ઉપર જિનવાણીનો રથ આજેય
મોક્ષમાર્ગ તરફ દોડી રહ્યો છે.–એ બે પૈડાં કયા?
(૩) સોનગઢમાં તો જાણે સિદ્ધભગવંતોનો અને પંચપરમેષ્ઠી ભગવંતોનો મોટો મંગળ મેળો
ભરાયો હોય!–‘આ મેળામાં આવ્યો તે મુમુક્ષુ જરૂર મોક્ષ પામશે’ ...એમ લખ્યું છે, પણ સાથે એક શરત
મુકી છે, તે શરત કઈ?
(૪) ‘समयसार’ માં શબ્દોની સંધિ એવી રીતે છૂટી પાડો કે તેમાંથી રત્નત્રય નીકળે.
(પ) ગુરુદેવના હાથમાં એક શાસ્ત્ર આવ્યું ત્યારે તેઓના અંતરમાંથી એવા ઉદ્ગાર નીકળ્‌યા કે
‘આત્માના અશરીરી ભાવને દર્શાવનારું આ શાસ્ત્ર છે.’–તે શાસ્ત્ર કયું?
(૬) ‘બોલો સમયસાર ભગવાનનો...જય હો’–એમ જય બોલાવી,–તે કોણે? અને ક્્યારે?
(૭) સોનગઢમાં અદ્ભુત કારખાનું છે–તે શેનું?
(૮) એક બહેને લખ્યું છે કે...પુસ્તક વાંચ્યું...વાંચીને જાણે એમ લાગે છે કે બસ, ચારે બાજુથી
જ્ઞાનના દરવાજા ઉઘડી ગયા છે,–તે કયું પુસ્તક?
(૯) “અનંત સિદ્ધભગવંતોને આત્મામાં બોલાવીને આરાધકભાવની ઝણઝણાટી બોલાવતું
અપૂર્વ મંગલાચરણ”–તે કઈ ગાથામાં છે?
(૧૦) દેવગઢથી સોનગઢમાં આવ્યું છે–તે કોણ?