: ૩૦ : આત્મધર્મ : કારતક : ૨૪૯પ
સિદ્ધનો સાધર્મી
* ભલે સિદ્ધ મોટા, ને હું નાનો,–પણ છીએ તો અમે બંને સાધર્મી.
* જેવા સિદ્ધ જ્ઞાનમય છે, તેવો હું જ્ઞાનમય છું.
* જેવા શુદ્ધ આત્માને સિદ્ધ જાણે છે, તેવા શુદ્ધાત્માને હું પણ જાણું છું.
* આમ સિદ્ધ સાથે સમાનતારૂપ સાધર્મીપણું છે.
* અહા, જુઓ તો ખરા સાધકદશા! જાણે પોતે અનંતસિદ્ધોની સભામાં જ બેઠો
છે!
* શ્રુતજ્ઞાને જાણેલો આત્મા નાનો, ને કેવળજ્ઞાને જાણેલો આત્મા મોટો – એમ
નથી.
* જેવા આત્માને કેવળીભગવાન કેવળજ્ઞાનથી જાણે છે, શ્રુતજ્ઞાની શ્રુતજ્ઞાનથી
પણ તેવા જ આત્માને જાણે છે. – એમાં કાંઈ ફેર નથી.
* શ્રુતજ્ઞાન નાનું છે માટે તે નાના આત્માને જાણે, ને કેવળજ્ઞાન મોટું છે માટે તે
મોટા આત્માને જાણે, – એવો તો કાંઈ ફરક નથી.
* તેથી શ્રુતજ્ઞાનવડે કેવળીની જેમ જ શુદ્ધાત્માને જાણતા થકા જ્ઞાની સંતુષ્ટ
છે...પ્રયોજનભૂત, પ્રાપ્ત કરવા યોગ્ય જે શુદ્ધાત્મતત્ત્વ છે તે તો શ્રુતજ્ઞાનવડે પણ જાણી જ
લીધું છે, જેવું કેવળીએ જાણ્યું તેવું જ પોતે જાણી લીધું છે,–પછી બીજું જાણવાની
આકુળતા ક્્યાં રહી? જાણેલા શુદ્ધાત્મામાં જ ઠરવાનું રહ્યું.
* સિદ્ધ અને અરિહંતોએ કેવળજ્ઞાનરૂપ મોટા જ્ઞાનવડે શુદ્ધઆત્માને જાણ્યો, ને
અમે સાધકદશાના નાના જ્ઞાનવડે તે શુદ્ધાત્માને જાણ્યો, પણ શુદ્ધાત્મામાં કાંઈ ફેર નથી,
શુદ્ધાત્મા તો બંનેનો સરખો છે. કેવળજ્ઞાનવડે જે શુદ્ધાત્મા જણાયો તે મોટો ને
શ્રુતજ્ઞાનવડે જે શુદ્ધાત્મા જણાયો તે નાનો–એવો તો કોઈ ફેર નથી. જેવો ભગવાને
જાણ્યો તેવો જ શુદ્ધાત્મા અમે જાણી લીધો છે–માટે સાધક કહે છે કે અમે સિદ્ધના સાધર્મી
છીએ. (પ્ર્રવ. ગાથા ૩૪ના પ્ર્રવચનમાંથી)