Atmadharma magazine - Ank 301
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 45

background image
: કારતક : ૨૪૯પ આત્મધર્મ : ૨૯ :
વિકારીદશા વખતે જીવને મંગળરૂપ માનવાથી પણ તે મિથ્યાત્વાદિ વિકાર
ભાવોમાં કાંઈ મંગળપણું આવી જતું નથી કેમકે તેમાં જીવત્વ નથી અર્થાત્ તે
મિથ્યાત્વાદિ ભાવો જીવ જ નથી.
અહીં આચાર્યદેવશ્રીએ જીવને અનાદિઅનંત મંગળરૂપ કહીને વિકારથી ભિન્ન
બતાવ્યો છે. અને એ રીતે મહામંગળ કર્યું છે. જે જીવ પોતાના અનાદિઅનંત મંગળ
સ્વરૂપને સ્વીકારે તે જીવને વર્તમાન અવસ્થામાં પણ મંગળપણું અવશ્ય થઈ જાય છે.
પોતાના ત્રિકાળી મંગળસ્વભાવને સ્વીકારનાર અવસ્થા પોતે તે ત્રિકાળ મંગળ સાથે
અભેદ થઈને મંગળરૂપ થઈ જાય છે. એ રીતે ત્રિકાળી માંગળિક દ્રવ્ય સાથે વર્તમાન
માંગળિક પર્યાયની પણ અપૂર્વ સંધિ છે. એ માંગળિકનો અધિકાર ખાસ મનન કરવા
યોગ્ય છે. (એક વાર ગુરુદેવે પ્રવચનમાં પણ આ અધિકારના ભાવો ખોલ્યા હતા, ને
તીર્થંકર વગેરેના આત્મા અનાદિઅનંત મંગળરૂપ છે તે સંબંધી મહિમા સમજાવ્યો હતો.
વાહ! મોક્ષગામી જીવ સદાય મંગળરૂપ જ છે.)
–– દીપાવલી અભિનંદન –– : આત્મધર્મના પાઠક સમસ્ત સાધર્મી–
બંધુઓને, તેમ જ સમસ્ત બાલસભ્યોને ઉત્તમ ભાવનાઓ સાથે હાર્દિક દીપાવલી
અભિનંદન! બંધુઓ, આપણા વીરપ્રભુ મોક્ષ પામ્યા તેની યાદગીરીમાં આ દીપાવલી–
ઉત્સવ ઉજવાય છે, અને આપણે પણ ‘વીરનાં સન્તાન’ છીએ, આપણે પણ આપણા એ
વીરપિતાના જ માર્ગે જવાનું છે...તેમણે બતાવેલા માર્ગને આપણે ઓળખીએ ને વીર
થઈ ને વીરમાર્ગે જઈએ–એવી ઉત્તમ ભાવના સાથે નુતન વર્ષ શરૂ થાય છે.
અત્યારે વીર નિર્વાણનું ૨૪૯પ મું વર્ષ ચાલે છે. પાંચમા વર્ષે અઢી હજારમો
નિર્વાણોત્સવ આવશે. ભારતમાં કોઈ અનેરી શૈલીથી એ ઉત્સવ ઉજવાશે ને જૈનધર્મનો
મંગલ ધ્વજ ઊંચા ઊંચા આકાશને શોભાવશે. એ ધર્મધ્વજની છાયામાં આપણે આપણું
જીવન ઊંચું ને ઊચું લઈ જઈએ એવી ભાવના સાથે–जय महावीर. –બ્ર. હ. જૈન.
આ વર્ષે બધા બાલસભ્યોને દીપાવલીના અભિનંદન કાર્ડ મોકલવામાં આવ્યા છે.
આપણા સ્વ. બાલસભ્ય રીટાબેનની યાદીમાં છબીલદાસભાઈ સંઘવી (બીલીમોરા)
તરફથી, તથા બાલસભ્યો પ્રત્યે પ્રેમ ધરાવનાર મુંબઈના શ્રી જુગરાજજી શેઠ તરફથી
(તેમના સુપુત્રના વેવિશાળ પ્રંસગે)–એ બંને તરફથી આ અભિનંદન કાર્ડ મોકલવાનું
ખર્ચ આપવામાં આવ્યું છે, તે બદલ તેમનો આભાર.
કેટલાક બાલસભ્યો તરફથી તેમજ જિજ્ઞાસુઓ તરફથી સંપાદક ઉપર તેમ જ બધા
બાલસભ્યો ઉપર અભિનંદન કાર્ડ આવેલ છે, તે બધાનો પણ આભાર.–जय जिनेन्द्र