: ૩૪ : આત્મધર્મ : કારતક : ૨૪૯પ
અમદાવાદના સ. નં. ૯૮૪ ઉષાબેન લખે છે કે–‘આ વખતનું ‘આત્મધર્મ’
વાંચતાં જાણે સિદ્ધપદના ભણકારા વાગતા હતા. જ્યારે એ અપૂર્વદશા પ્રાપ્ત થશે. ત્યારે
તો અલૌકિક આનંદ થશે.” સાથે તેમણે દર્શના અને ચેતના નામની બે બહેનપણીનો
સંવાદ લખીને તે–દ્વારા ઉત્તમ ભાવના વ્યક્ત કરી છે, તે પણ અહીં આપીએ છીએ:–
બે સખીનો સંવાદ
દર્શના:– હે સખી! આ અસાર સંસારમાં સાચું સુખ ક્્યાં હશે?
ચેતના:– હે પ્રિય સખી! સાચું સુખ તો પોતામાં જ રહેલું છે.
દર્શના:– હે સખી! તો પછી આ જીવને સુખ કેમ મળતું નથી?
ચેતના:– હે સખી! સાંભળ,
જેમ રાજાનો રાજવૈભવ અખૂટ ભંડારથી ભરપૂર હોય છતાં પણ એક સાધારણ
પ્રજાજન પાસે ભીખ માંગે તો તે મૂર્ખ કહેવાય, તેમ આ જીવ પોતે અનંત અનંત જ્ઞાન–
દર્શનાદિ ગુણોનો પિંડ સુખસ્વરૂપી હોવા છતાં પણ પરદ્રવ્યમાં સારા–નરસાપણાની
(ઈષ્ટ–અનિષ્ટ) મિથ્યાકલ્પના કરીને અનંત ભવભ્રમણ કરી રહ્યો છે.
દર્શના:– હે સખી! તું શું કહે છે? આ જીવ...રાજા સમાન છે? હું તો તદ્ન
અજાણ છું, અજ્ઞાન છું.
ચેતના:– અરે, હે પ્રિય સખી! રાજાનો રાજવૈભવ તો એક પર્યાય પૂરતો
ક્ષણભંગુર વિનશ્વર છે, પણ આ ચૈતન્યરાજા તો એવો છે કે, જેમ જેમ એનો અનુભવ
કરે તેમ તેમાંથી નવું નવું સુખ પ્રગટે, જે અનંત અનંતકાળ સુધી પણ અક્ષયસુખ આપે.
દર્શના:– હે સખી! આત્માનો અનુભવ કેવી રીતે થાય?
ચેતના:– જો તને સાંભળવાની, સમજવાની જિજ્ઞાસા થઈ છે તો સાંભળ, આજે
તો આ જ વાત કરીએ. આ આત્મા અનાદિ અનંત છે, જ્ઞાનસ્વભાવી છે તેને જ્યારે એમ
ભેદજ્ઞાન થાય કે, આ શરીર, રાગદ્વેષના ભાવ તે હું નહિ અને માત્ર જ્ઞાન તે જ હું,–ત્યારે
તેને આત્માનો અનુભવ થાય, તેને સમ્યગ્દર્શન કહે છે, તેને ભેદજ્ઞાન કહે છે, તેને
આત્મસાક્ષાત્કાર કહે છે.