: કારતક : ૨૪૯પ આત્મધર્મ : ૩પ :
દર્શના:– હે સખી! એવો આત્મ–અનુભવ આપણને થાય?
ચેતના:– હે બહેન, કેમ ન થાય! આપણે પણ જીવ છીએ; ને આત્માનો અનુભવ
કરી શકીએ છીએ.
દર્શના:– બહેન! આવા અનુભવી આત્માઓ આપણા દેશમાં અત્યારે છે?
ચેતના:– હા બહેન! સૌરાષ્ટ્રમાં સુવર્ણપુરી ધામ (સોનગઢ) છે ત્યાં આત્માના
અનુભવી ધર્માત્માઓ બિરાજે છે; અને અનુભવ માટેનો ધોધમાર ઉપદેશ ત્યાં સાંભળવા
મળે છે.
દર્શના:– હે સખી! આવી વાત સાંભળતાં તો મને પણ સોનગઢ જઈને એ
ધર્માત્માઓનાં દર્શન કરવાની અને અનુભવનો ઉપદેશ સાંભળવાની તીવ્ર ઈચ્છા થઈ છે,
તો આપણે ક્્યારે જઈશું?
ચેતના:– ચાલ આજે જ જઈએ. ધર્મના કામમાં ઢીલ શું?
દર્શના:– હે સખી! ચાલ આજે જ સંતની છાયામાં જઈએ, અને આ ત્રિવિધ
તાપથી બચવા શીઘ્રમેવ આત્માનો અનુભવ કરીએ.
* *
બધા સભ્યોને ખાસ સૂચના કરવાની કે આ દિવાળીથી જન્મદિવસની ભેટ યોજના
ફરી ચાલુ કરી છે, તે દિવસે સભ્યોને એક સુંદર ફોટો અને કાર્ડ ભેટ મોકલાય છે. તો આ
માટે એકવાર ફરીથી નીચેની વિગત દરેક સભ્ય લખી મોકલે– (નામ અને સરનામું,
સભ્ય નંબર ઉંમર...અભ્યાસ...જન્મદિવસ.) ઘણા સભ્યોનાં સરનામા અધૂરા છે,
ઘણાયના જન્મદિવસની નોંધ નથી,–તો તમને તમારી જન્મદિવસની ભેટ ક્્યાંથી મળશે?
માટે ઉપરની બધી વિગત તરત લખી મોકલાવજો.
– આત્મધર્મ બાલવિભાગ, સોનગઢ (સૌરાષ્ટ્ર)
* [અમદાવાદના સભ્યોને સૂચના કરવામાં આવે છે કે હવેથી પોતાના
જન્મદિવસની ભેટ અમદાવાદમાંથી જ મેળવી લેવી; તથા ‘મહારાણી ચેલણા’ નું પુસ્તક
જેમને ન મળ્યું હોય તેમણે પણ રવિવારે જઈને મેળવી લેવું. સરનામું–દિ. જિનમંદિર
ખાડીયા ચાર રસ્તા.) અમદાવાદના ૨પ બાલસભ્યો તલોદ શિક્ષણશિબિરમાં ગયેલા, ને
ત્યાં તેમનો ઉત્સાહ જોઈને સૌ પ્રસન્ન થયા હતા.
*મુંબઈના મુ. શ્રી મુલચંદભાઈ તલાટીએ પત્ર દ્વારા આસો માસના અંક બાબત
પોતાનો ખૂબ જ પ્રમોદ વ્યક્ત કર્યો છે, અને આત્મધર્મ પ્રત્યે વિશેષ લાગણી બતાવી છે.