ફોન નં: ૩૪ “આત્મધર્મ” Regd. No. G. 182
ઘણું મોટું કાર્ય.
તેનું સાધન પણ મહાન
કેવળજ્ઞાન ઘણું મોટું છે, ને તેની સાથે પૂર્ણ આનંદ પણ ઘણો મહાન છે. આવડા
મોટા જ્ઞાન–આનંદરૂપ જે મહાન કાર્ય, તે પ્રગટ કરવા માટેનું સાધન પણ મોટું જ હોય.
રાગ જેવા તૂચ્છ સાધનવડે એવડું મોટું જ્ઞાન ને આનંદ પ્રગટી શકે નહિ.
માત્ર સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન વડે પણ તે કેવળજ્ઞાન ને પૂરું સુખ નથી પ્રગટતું.
પણ સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાનની સાથે શુદ્ધોપયોગીવીતરાગચારિત્ર જોઈએ, –તેનામાં જ
કેવળજ્ઞાન ને પૂર્ણાનંદરૂપ મહાન કાર્યને સાધવાની તાકાત છે. કેવળજ્ઞાનને સાધનારા
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણેની મહાન તાકાત છે.
જે મહાન ચૈતન્યસ્વભાવ, તેના આશ્રયે થતા મહાન શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર વડે
કેવળજ્ઞાન અને પૂર્ણાનંદરૂપ મહાન કાર્ય સધાય છે.
તે શ્રદ્ધા પણ એવડી મોટી–મહાન છે કે ભેગા આનંદાદિ અનંતગુણોના અંશનું
વેદન લેતી પ્રગટે છે; જ્ઞાન પણ એવડું મહાન છે કે અનંતગુણના અંશ સહિત વર્તે છે;
શ્રદ્ધા–જ્ઞાન આવા મહાન છતાં તેમની સાથે જ્યારે શુદ્ધોપયોગરૂપ મહાન
વીતરાગચારિત્ર ભળે ત્યારે જ કેવળજ્ઞાનરૂપ મહાન કાર્યને સાધી શકે છે.
અહો, કેવું મહાન કાર્ય!
ને કેવું મહાન એનું કારણ!
આવા મહાન કાર્ય–કારણ પાસે રાગ તો બિચારો સાવ તૂચ્છ થઈને ક્્યાંય ભાગી જાય
છે...ને કાર્યસિદ્ધિ થતાં અતીન્દ્રિયજ્ઞાનઆનંદમાં આત્મા ઝુલે છે: એ છે અપૂર્વ બેસતું વર્ષ!
_________________________________________________________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રકઃ મગનલાલ જૈન, અજિત મુદ્રણાલયઃ સોનગઢ (પ્રતઃ ૨પ૦૦)