Atmadharma magazine - Ank 301
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 45

background image
: ૬ : આત્મધર્મ : કારતક : ૨૪૯પ
* શુદ્ધદ્રવ્યને પ્રતીતમાં લેતાં પર્યાયમાં શુદ્ધતા ન થાય એમ બને નહિ. દ્રવ્ય–
પર્યાય બંને ‘શુદ્ધ’ થયા.
* પર્યાય પોતે રાગથી જુદી પડીને શુદ્ધ થઈ ત્યારે જ તેણે જાણ્યું કે ‘હું
(આત્મા) શુદ્ધ છું.’ પર્યાય રાગમાં રહીને શુદ્ધદ્રવ્યને ઓળખી શકે નહિ.
* રાગની ઉપાસના કરે તે શુદ્ધ નથી; શુદ્ધદ્રવ્યની ઉપાસના કરે તે જ ‘શુદ્ધ’ છે.
* દ્રવ્ય તો શુદ્ધ છે જ, પણ તેની ઉપાસના કરીને શુદ્ધને સેવે, ત્યારે જ તે
આત્માને ‘શુદ્ધ’ કહ્યો. ત્યાંથી “સમયસારની શરૂઆત” થઈ.
* ‘શુદ્ધદ્રવ્ય’–એમ લક્ષમાં લેનાર કોણ?–તેના તરફ ઢળેલી શુદ્ધપર્યાય, તેણે જ
શુદ્ધપણે પોતાનો અનુભવ કર્યો છે,–આવો અનુભવ તે મોક્ષમાર્ગ છે.
જ્ઞાયકભાવ શુદ્ધઆત્મા શુભ–અશુભભાવરૂપે થઈ ગયો નથી, તેનાથી જુદા
સ્વભાવે જ રહ્યો છે; છતાં તે સ્વભાવની ઉપાસના (શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતા) જે નથી
કરતો, ને એકલા અશુદ્ધ પુણ્ય–પાપ ભાવોરૂપે જ પોતાને અનુભવે છે–તે ભગવાનને
ભૂલીને ભવમાં ભટકે છે. વીતરાગસ્વભાવને ભૂલીને અજ્ઞાની વિકલ્પને જ વેદે છે,
જ્યારે એનાથી જુદો પડીને નિર્વિકલ્પ એક વિજ્ઞાનઘનસ્વભાવરૂપે પોતે પોતાને
અનુભવે ત્યારે સમ્યગ્દર્શન થાય છે; ત્યારે જ તેણે શુદ્ધાત્માની ઉપાસના કરી કહેવાય. ને
ત્યારે જ આત્મજ્ઞ–સન્તોની ખરી ઉપાસના ને સંગતિ તેણે કરી કહેવાય.
* મોક્ષમાર્ગની રીત *
[નિશ્ચય–વ્યવહારરૂપ ઉપદેશનું તાત્પર્ય શું? ] (ગા. ૮–૯–૧૦)
– જે જ્ઞાનપર્યાય આત્મસ્વભાવને સ્પર્શે–અનુભવે તેને ભાવશ્રુત કહેવાય છે... તે
મોક્ષનું કારણ છે. આવા ભાવશ્રુતવડે મોક્ષની પરિપાટી શરૂ થાય છે, ને સંસારની
પરિપાટી બંધ થાય છે.
– આવી ભાવશ્રુત પર્યાયવડે ધર્મીએ કેવળ–શુદ્ધ આત્માને જાણ્યો તેથી તેને
શ્રુતકેવળી કહેવાય છે. બધુંય જ્ઞાન તે આત્મા જ છે, તેથી જેણે આત્માને જાણ્યો તેણે સર્વ
જ્ઞાનને જાણ્યું, તેથી તે શ્રુતકેવળી છે.
– આત્માને જાણનારું આવું શ્રુતજ્ઞાન તે સૂક્ષ્મ છે, અપૂર્વ છે, તે ધર્મ છે, ને તેનું
ફળ અલૌકિક અતીન્દ્રિય આનંદ છે.