Atmadharma magazine - Ank 302
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 53

background image
: ૧૪ : આત્મધર્મ : માગશર : ૨૪૯પ
કરે છે ને તેને અનુસરે છે;–એમ ઉદ્યમ વડે સર્વ પ્રકારે તેની સેવા કરીને રાજાને રીઝવે
છે, ને રાજા તેને ધન આપે છે. તેમ મોક્ષનો અભિલાષી મુમુક્ષુ જીવ શુદ્ધચૈતન્યરાજાને
સેવે છે; ત્રણ જગતમાં શ્રેષ્ઠ, અનંતી કેવળજ્ઞાનસંપદાનો સ્વામી એવો આ જીવરાજા
છે;–राजते તે રાજા–પોતાના નિજગુણોથી જે રાજે–શોભે તે રાજા; આવો ચિદાનંદ
જીવરાજા હું જ છું એમ અંતરના યત્નપૂર્વક બરાબર ઓળખીને શ્રદ્ધા કરવી ને પછી તેમાં
જ લીન થવું;–એમ કરવાથી જરૂર મોક્ષ સધાય છે; બીજી રીતે મોક્ષ સધાતો નથી.
આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાયના, કે શુદ્ધ–અશુદ્ધના વિકલ્પો જ કરવામાં રોકાઈ
રહે, તો કાંઈ આત્મા સધાય નહિ એટલે કે અનુભવમાં આવે નહિ. શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર
કે જે રાગ વગરનાં છે, તેના વડે જ આત્મા અનુભવાય છે. આવો અનુભવ તે જ
મોક્ષમાર્ગ છે.
અહો, આત્માની સેવા કઈ રીતે કરવી! તેની આ અપૂર્વ વાત છે. પોતે પોતાની
સેવા કઈ રીતે કરવી? તે સેવા કરતાં જીવને આવડ્યું નથી. પરની સેવા તો શુભરાગ
છે, તે કાંઈ મુક્તિનું સાધન નથી; પરની સેવાની વાત તો દૂર રહી, અહીં તો પોતાના
આત્મામાં પણ ‘હું એક છું, અનેક છું’ ઈત્યાદિ રાગમિશ્રિત વિચારવડે પણ આત્માની
સાચી સેવા થતી નથી; અંતર્મુખ અવલોકનવડે સમ્યક્ ઓળખાણ–શ્રદ્ધા અને એકાગ્રતા
વડે જ પોતાના આત્માની સાચી સેવા થાય છે; આત્મરાજાની આવી સેવા તે જ મોક્ષનું
સાધન છે; તેનો અહીં ઉપદેશ છે. આવી સેવા તે પરમધર્મ છે. સેવા એટલે આરાધના;
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે આત્માની સેવા છે.
જુઓ, મોક્ષને માટે કોની સેવા કરવી? કોની સેવા કરવાથી મોક્ષ પમાય? તે
અહીં સમજાવે છે. શુદ્ધઆત્માને જાણીને તેના સેવનથી મોક્ષ પમાય છે. પરના સેવનથી
કે પુણ્યના સેવનથી મોક્ષ નથી પમાતો. સમ્યગ્દર્શન પણ શુદ્ધાત્માના જ સેવનથી પમાય
છે, રાગના સેવનથી નથી પમાતું; એ જ પ્રમાણે સમ્યગ્જ્ઞાન ને સમ્યક્ચારિત્ર પણ
શુદ્ધાત્માની સન્મુખતારૂપ તેની સેવાથી પમાય છે, શુભરાગથી તે પમાતા નથી.
શુદ્ધઆત્માની આવી સેવા કરે ત્યારે તેણે જ્ઞાનીની ખરી સેવા કરી કહેવાય.
અજ્ઞાની જીવો આત્માને પરભાવોથી જુદો ઓળખતા નથી, ને જ્ઞાનથી અન્ય
એવા પરભાવો સાથે એકમેકપણે માનીને અશુદ્ધઆત્માને જ સેવે છે, શુદ્ધઆત્માની સેવા
કરતાં તેને આવડતી નથી. શ્રીગુરુ તેને ભેદજ્ઞાન કરાવીને શુદ્ધાત્માનું સ્વરૂપ સમજાવે છે
કે ભાઈ, તારો આત્મા સર્વે પરભાવોથી જુદો જ્ઞાનમાત્ર જ છે; જ્ઞાન જ