: માગશર : ૨૪૯પ આત્મધર્મ : ૧પ :
તારું ચિહ્ન છે; જ્ઞાનચિહ્નવડે આત્માને અનુભવમાં લે. ‘જ્ઞાન’ તે જ તારો ‘ભાવ’ છે, તે
જ તારું લક્ષણ છે, એ સિવાય અંદરનો શુભવિકલ્પ તે પણ તારું ખરૂં સ્વરૂપ નથી. તે
વિકલ્પની સાથે જ્ઞાનને ભેળસેળ કરવાથી સાચો આત્મા તને વેદનમાં નહિ આવે; તેમાં
તો અશુદ્ધભાવનું જ સેવન થશે, અશુદ્ધભાવનું સેવન તે સંસાર છે; શુદ્ધઆત્માનું સેવન
તે મોક્ષનું સાધન છે.
શુદ્ધઆત્માનું સેવન–અવલોકન અતીન્દ્રિયજ્ઞાનવડે થાય છે. સ્વસન્મુખ
સંવેદનપ્રત્યક્ષરૂપ જે અતીન્દ્રિયભાવશ્રુત, તેના વડે આત્મા શ્રદ્ધા–જ્ઞાન–અનુભવમાં આવે
છે. રાગને–વિકલ્પને કે ઈન્દ્રિય તરફના જ્ઞાનને સાધન બનાવીને આત્માને અનુભવમાં
લેવા માંગે તો તે કદી અનુભવમાં ન આવે.
આત્માની આરાધના સમજાવવા માટે આચાર્યદેવે દાખલો પણ ઉત્તમ એવા
રાજાની સેવાનો આપ્યો. રાજા એટલે શ્રેષ્ઠ; જગતમાં આ ચિદાનંદ ભગવાન જ શ્રેષ્ઠ
જીવ–રાજા છે, રાગાદિવડે જેની શોભા નથી, પોતાના અનંતગુણની અનુભૂતિવડે જ જે
સ્વયં શોભે છે.–આવો આત્મા અનુભૂતિસ્વરૂપ હું જ છું એવી ઓળખાણ સહિત નિઃશંક
શ્રદ્ધા કરવી ને તેમાં જ લીન થવું–તે મોક્ષની પ્રાપ્તિની રીત છે. આ રીતે જ મોક્ષ સધાય
છે, બીજી રીતે મોક્ષ સધાતો નથી.
જે ખરેખર મોક્ષનો અર્થી હોય, સંસારના પરભાવોથી થાકીને અંતરમાં આત્માની
શાંતિને શોધતો હોય, એવા મોક્ષાર્થી જીવે શું કરવું તેનો આ ઉપદેશ છે. જેમ ધનને
ચાહનારો પ્રાણી જેની પાસે ધનભંડાર ભર્યા હોય એવા રાજાની સેવા કરે છે, તેમ જેને
સુખની ચાહના છે, શાંતિની ચાહના છે, તે શાંતિના ભંડાર જ્યાં ભર્યા છે એવા
ચૈતન્યરાજાની સેવા કરે છે. રાજા એવા ઉદાર હોય છે કે સેવા કરનારને ધન આપીને
દરિદ્રતા મટાડે જ; તેમ આ જીવરાજા એવો મહાન છે કે અંતર્મુખ થઈને તેની સેવા (શ્રદ્ધા–
જ્ઞાન–એકાગ્રતા) કરનારને પરમ જ્ઞાન–આનંદ આપીને દુઃખ મટાડે જ. આત્મ–રાજાની
સન્મુખ થઈને સેવા કરે તેને મોક્ષ મળે જ. માટે સ્વરૂપની પ્રાપ્તિના ઈચ્છક એવા આત્માર્થી
જીવોએ આ જ્ઞાનસ્વરૂપ આત્માને નિરંતર સેવવો. તેની સેવાથી જ મોક્ષ પમાય છે.
‘ભાવનગર’ ના રાજા પાસે એકવાર એક માણસ આવ્યો; રાજાએ પૂછયું–કેમ
આવવું થયું! ત્યારે તે કહે–મહારાજ! ભરેલા સરોવર પાસે તો બધા તરસ્યા પ્રાણીઓ
આવે....તેની લાયકાત દેખીને તરત રાજાએ હુકમ કર્યો ને તેને સારી પદવી આપી. તેમ
આત્માનો જિજ્ઞાસુ થઈને જે જીવ ચૈતન્યરાજાની સેવા (આરાધના) કરવા