Atmadharma magazine - Ank 302
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 53

background image
: ૧૬ : આત્મધર્મ માગશર : ૨૪૯પ
આવ્યો, અંતર્મુખ થઈને તેની ઓળખાણ ને શ્રદ્ધા કરી, તેને માટે ચેતનરાજા મોક્ષનો
હુકમ કરે છે કે આને સિદ્ધપદવી આપો. રાજાને બરાબર ઓળખીને તેની સેવા કરે છે,
તેમ ચૈતન્યસ્વરૂપ જીવરાજાને બરાબર ઓળખવો જોઈએ; ઓળખીને તેનો અનુભવ
કરતાં જરૂર મોક્ષદશા પ્રગટે છે.
જેણે આત્માનું કલ્યાણ કરવું હોય, સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વડે સિદ્ધિ પ્રાપ્ત
કરવી હોય તેણે કોની સેવા કરવી તે વાત સમજાવે છે. જેને જે પ્રિય હોય તે તેની સેવા
કરે; અને પોતે જેની સેવા કરે છે તેના જેવો થવા માંગે છે. તો અહીં જેણે શુદ્ધતા પ્રાપ્ત
કરવી હોય તેણે શુદ્ધ એવો પોતાનો આત્મા જાણીને તેની સેવા કરવી. સેવા કરવી એટલે
શું? કે તેનું સ્વરૂપ બરાબર ઓળખીને શ્રદ્ધા કરે કે ‘આવો જ્ઞાનસ્વરૂપે અનુભવમાં
આવતો આત્મા જ હું છું,’ એમ શ્રદ્ધા કરીને તેને જ અનુસરે–તેમાં જ એકાગ્રતા કરે;
રાગને ન અનુસરે, તેના સેવનમાં કિંચિત હિત ન માને; તેનાથી જ્ઞાનસ્વરૂપની ભિન્નતા
જાણીને જ્ઞાનને જ સેવે. જ્ઞાનની અનુભૂતિસ્વરૂપ જ હું છું. આમ અનુભૂતિસ્વરૂપ
ભગવાન આત્માને સેવતાં તેની પ્રાપ્તિ થાય છે, સિદ્ધિ થાય છે.–મોક્ષને માટે આ ઉપાય
છે, બીજા ઉપાયે મોક્ષ નથી.
મોક્ષાર્થી જીવે શું કરવું?
પ્રથમ તો, જેની સેવા કરવાથી મોક્ષ થાય છે તે શુદ્ધ આત્માનું સ્વરૂપ સર્વ
પ્રકારનાં લક્ષણવડે બરાબર ઓળખવું. તે ઓળખાણ કઈ રીતે થાય? કે સીધા સ્વાલંબી
જ્ઞાનવડે સાચી ઓળખાણ થાય. પોતાના સ્વભાવની જાતનો જે પોતાનો જ્ઞાનઅંશ, તે
જ્ઞાનવડે આત્મા સ્વસંવેદનમાં આવે છે. રાગાદિ ભાવો તે જુદી જાતના છે, ચૈતન્યની
જાતના તે નથી, એટલે તે રાગાદિના અનુભવ દ્વારા આત્માના સ્વભાવનો અનુભવ
થતો નથી, ઓળખાણ થતી નથી.
માટે જ્ઞાનદશાને અંતર્મુખ કરીને સીધું જ્ઞાનનું વેદન કરતાં તે સ્વસંવેદનમાં
આત્મા જણાય છે; ને એવા અંતર્મુખ જ્ઞાનસહિત તેની સાચી શ્રદ્ધા થાય છે કે ‘આ જે
જ્ઞાનવેદનમાં આવ્યો તે જ હું છું.’ આવા શ્રદ્ધા–જ્ઞાન કરીને પછી તે આત્માનું જ સેવન
કરવાથી મુક્તિ થાય છે. જે સ્વરૂપ જાણ્યું તેમાં ઠર્યો; પણ જેણે પોતાનું સ્વરૂપ જાણ્યું
નથી, તે જાણ્યા વગર ઠરશે શેમાં? શુદ્ધઆત્મસ્વરૂપ જે ૧૪–૧પ ગાથામાં બતાવ્યું, તે
શુદ્ધાત્માના સેવનમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણે આવી જાય છે, એટલે સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્રનું સેવન કહો કે એક શુદ્ધઆત્માનું સેવન કહો, તે મોક્ષનો ઉપાય છે. માટે હે
ભવ્ય જીવો! તમે તેનું સેવન કરો.