: માગશર : ૨૪૯પ આત્મધર્મ : ૩૩ : A
(નાના–મોટા સર્વે જિજ્ઞાસુઓનો પ્રિય વિભાગ)
* નિજાનંદ ભાઈ–મુંબઈ: ગુરુદેવ સાથે થયેલ યાત્રાની નોંધ આપે તૈયાર કરેલ
છે તે બદલ ધન્યવાદ! તે અહીં જોવા મોકલશો એટલે યોગ્ય કરીશું. અંજલિ અંક બાબત
મુંબઈના બાલવિભાગના પ્રતિનિધિઓનો સંપર્ક સાધશો.
* મુંબઈથી બલુભાઈ ચુનીલાલ શાહ (જેમણે હમણાં મલાડમાં જિનમંદિરનું
શિલાન્યાસ કર્યું) તેઓ પ્રમોદથી લખે છે કે “આત્મધર્મમાં પુનરાવર્તનરૂપ પરીક્ષાનો
વિભાગ શરૂ કર્યો તે માટે ધન્યવાદ! વાંચકવર્ગ શું વાંચી ગયો, કેટલું પચાવી ચિંતન કર્યું
તેની સુંદર કસોટી મુકી છે. વાંચેલું ફરી સુંદર રીતે ઘૂંટાય છે. દિનપ્રતિદિન જે ઉચ્ચજ્ઞાન
આત્મધર્મ આપી રહ્યું છે ને સુંદર વાંચન પીરસાઈ રહ્યું છે તે એટલું હૃદયગમ્ય છે કે
બીજી નકલ ક્યારે આવે એવી અધીરાઈ વાંચક વર્ગને ઉદ્ભવે છે.” (આ વિભાગમાં
બીજા કેટલાય જિજ્ઞાસુઓએ રસ બતાવ્યો છે ને ઉત્સાહથી ભાગ લીધો છે.)
* જોરાવરનગરથી સુરેશ અને વિલાબેન લખે છે કે–“કારતકનું આત્મધર્મ અને
તેમાં ‘બે સખીનો સંવાદ’ વાંચી ખૂબ આનંદ થયો...એમની સાથે અમે પણ સુવર્ણધામમાં
પહોંચીને આત્માના અનુભવની વાત સાંભળીએ અને વહાલા ગુરુદેવના દર્શન કરીએ
એવી ભાવના થાય છે.
* સંસ્કારી કુટુંબનો એક બાળક (જેને ઈંગ્લીશ આવડતું હતું પણ ગુજરાતી
બરાબર આવડતું ન હતું–) ઉત્સાહથી બાલવિભાગનો સભ્ય થવા આવ્યો.....સભ્ય કાર્ડમાં
નામ ભર્યું. “....એચ. શાહ” જ્યારે તેનું સભ્ય–પત્રક (આંબાના ઝાડવાળું) આપવા માટે
તેમાં લખ્યું કે..... એચ. જૈન”–ત્યારે જાણે કે તેમાં ભૂલ થઈ હોય તેમ તે બોલી ઉઠયો કે
‘જૈન નહિ પણ શાહ લખો.’ તેને સમજાવ્યું કે ‘ભાઈ! આપણે બધાય જૈન છીએ.’–શાહ
હોય, મહેતા હોય કે દોશી હોય–પહેલાં આપણે બધા જૈન છીએ. ત્યારે તેને સન્તોષ થયો.
અહીં આ પ્રસંગ એટલા માટે રજુ કર્યો છે કે આપણા ઉગતા બાળકોને જૈનધર્મના
સંસ્કારની કેટલી જરૂરીયાત છે–તે ગંભીરપણે સમાજના ધ્યાનમાં આવે. “જૈન છું, ને જૈન
એટલે જિનવરનો સન્તાન”–એ દ્રઢ સંસ્કાર બાળપણથી જ આપવાની જરૂર છે.
* માળીયા (અમરાપુર) થી બીપીન