માગશર : ૨૪૯પ આત્મધર્મ : ૧ :
વાર્ષિક લવાજમ વીર સં. ૨૪૯પ
ચાર રૂપિયા માગશર
_________________________________________________________________
સાચું णमो अरिहन्ताणं
ક્યો જૈન એવો હશે કે જે णमो अरिहंताणं નહિ જાણતો
હોય? પણ એ णमो अरिहंताणंમાં તો મોહને જીતવાનો મંત્ર ભર્યો
છે! કેમકે णमो अरिहंताणं દ્વારા જે આત્માને નમસ્કાર કરવામાં
આવ્યા છે તે આત્માને તેમના દ્રવ્ય–ગુણ–પર્યાયથી યથાર્થસ્વરૂપે
ઓળખતાં પોતાના આત્માનું શુદ્ધસ્વરૂપ ઓળખાય છે ને તરત જ
મોહનો નાશ થઈ જાય છે. માટે આપણે સાચું णमो अरिहंताणं
કરવું હોય તો, આપણું શુદ્ધસ્વરૂપ અરિહંત ભગવાન જેવું છે તે
આપણે ઓળખવું જોઈએ. અરિહંતદેવને આપણે નમસ્કાર કરીએ
છીએ તે શા માટે?–કાંઈ કાયમ તેમના સેવક રહેવા માટે નહિ પણ
અરિહંત જેવા થવા માટે આપણે તેમને નમસ્કાર કરીએ છીએ.
અરિહંત જેવા આપણે ત્યારે જ થઈ શકીએ કે, અરિહંત જેવો જ
આપણો શુદ્ધ આત્મા છે–એમ જ્યારે આપણે ઓળખીએ, અને
તેમાં શુદ્ધોપયોગ વડે લીન થઈએ. આવી શુદ્ધાત્મસ્વરૂપની
ઓળખાણ અને લીનતા એ જ સાચું णमो अरिहंताणं।।
અર્હન્ત સૌ કર્મોતણો કરી નાશ એ જ વિધિવડે,
ઉપદેશ પણ એમ જ કરી નિર્વૃત થયા; નમું તેમને.
(આ સંબંધી ગુરુદેવનું ભાવભીનું પ્રવચન આ અંકમાં ૨૦ મા પાને વાંચો)