Atmadharma magazine - Ank 302
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 53

background image
: ૩૪ : આત્મધર્મ : માગશર : ૨૪૯પ
બીજા કોઈની પક્કડ (મમત્વ) ન હોવાથી તે જ અપરિગ્રહ છે. આ રીતે વીતરાગભાવમાં
પાંચે મહાવ્રત સમાઈ જાય છે, ને તેના અવલંબન વડે જીવ સંસારને તરી જાય છે.
જુઓ, આ ભગવાનનો ઉપદેશ! વીતરાગ ભાવ તે જ ભગવાનના ઉપદેશનો
શુદ્ધસાર છે. જે જીવો આવો ઉપદેશ ઝીલીને તરે છે તે બહુમાન અને વિનયથી કહે છે કે
અનંતગુણસ્વરૂપ જાણીને તેમાં લીન થવું તે મોક્ષમાર્ગ છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર
પોતાના આત્માના આશ્રયથી થાય છે ને તેના વડે જ આત્મા પોતે પોતાને તારે છે. જેમ
નૌકાનો પોતાનો તરવાનો સ્વભાવ છે, તેમ નિર્વિકલ્પ ચિદાનંદ પ્રભુ આત્મા પોતે
તરવાના સ્વભાવવાળો છે, રત્નત્રય વડે તે પોતાને તારે છે.
આત્માનું સમ્યગ્દર્શન તરવાના સ્વભાવવાળું છે. તે પોતાના આત્માના આશ્રયે
પોતાથી જ થાય છે.
આત્માનું સમ્યગ્જ્ઞાન તરવાના સ્વભાવવાળું છે તે પોતાના આશ્રયે પોતાથી જ
થાય છે.
આત્માનું સમ્યક્ચારિત્ર તરવાના સ્વભાવવાળું છે, તે પોતાના આત્માના આશ્રયે
પોતાથી જ થાય છે.–આવા સ્વાશ્રિત સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વડે આત્મા પોતે જ
પોતાને તારે છે. જેણે આવો માર્ગ જાણ્યો તેણે તરવાનો માર્ગ જાણ્યો, તેણે ભગવાનના
ઉપદેશનો શુદ્ધસાર જાણ્યો, તે પોતે પોતાનો તારણહાર થયો.
આ રીતે આત્મા પોતે વિમલસ્વરૂપ છે. તેના સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ
વિમલ પરિણામ જ મુક્તિનું કારણ છે, બીજું કોઈ મુક્તિનું કારણ નથી. આવો મોક્ષમાર્ગ
ભગવાને કહ્યો છે. અને આવું કહેનારા દેવ–ગુરુ–ધર્મ જ પૂજ્ય છે. સર્વ દેવોમાં ઉત્તમ
(એટલે કે સાચા) શ્રી અરિહંતદેવ તે જ દેવ છે, ગુરુઓમાં સાચી દ્રષ્ટિવંત નિર્ગ્રંથસાધુ તે
જ પરમગુરુ છે; ધર્મોમાં સર્વજ્ઞદેવે કહેલો પરમ વીતરાગભાવરૂપ ધર્મ તે જ ધર્મ છે;
વિજેતાઓમાં ઉત્તમ જિન પરમ શુદ્ધ એવા અર્હંત અને સિદ્ધ પરમાત્મા છે. મોક્ષાર્થી
જીવોને આવા ઉત્તમ દેવ–ગુરુ–ધર્મ એ જ પૂજનીય છે. ભેદજ્ઞાનપૂર્વક જ એની સાચી
ઓળખાણ થાય છે; ને ત્યારે જ શુદ્ધ સમ્યક્ત્વ એટલે કે નિશ્ચય સમ્યક્ત્વ થાય છે.
નિશ્ચય સમ્યગ્દર્શનને જ શુદ્ધ સમ્યક્ત્વ તરીકે વર્ણવ્યું છે. તે ચોથા ગુણસ્થાનથી હોય છે.
આત્મા રાગદ્વેષરૂપ ભાવકર્મોથી ભિન્ન દ્રવ્યકર્મોથી ભિન્ન અને શરીરાદિ નોકર્મોથી
પણ ભિન્ન છે; આત્માને આવા શુદ્ધસ્વરૂપે દેખવો–અનુભવવો તેને ભગવાને શુદ્ધસમ્યક્ત્વ