: ૪૦ : આત્મધર્મ : માગશર : ૨૪૯પ
પાઠશાળા વગેરે શરૂ કરેલ હોવાથી અહીંના બાળકોમાં સારી જાગૃતિ આવેલ છે...ને
ધાર્મિક કાર્યક્રમોમાં સૌ ઉલ્લાસથી ભાગ લ્યે છે. નગીનભાઈનો ઉત્સાહ પ્રશંસનીય છે, ને
સૌ વડીલો પણ સાથ આપી રહ્યા છે.
આ રીતે ગામેગામ યુવાનો જાગે, પાઠશાળા ચાલુ કરે ને વડીલો તેમને સાથ
આપે તે જૈનશાસનની પ્રભાવના માટે અત્યંત જરૂરી છે. અને આજે ગામેગામ થોડીઘણી
જાગૃતી આવવા માંડી છે. નાના બાળકોની પ્રવૃત્તિઓ પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ ન કરતાં તેમને
પ્રોત્સાહન મળે તેમ કરવું અત્યંત જરૂરી છે. આત્મધર્મમાં જ્યારે બાલવિભાગ શરૂ થયો
ત્યારે એક બે સજ્જનો કહેતા કે નાના બાળકો વળી ધર્મની વાતમાં શું સમજે!–તેનો જવાબ
એ વખતે કોઈએ આપ્યો ન હતો, પરંતુ આજે બે હજાર ઉપરાંત બાળકો પોતાના ધાર્મિક
ઉત્સાહ વડે તેનો જવાબ આપી રહ્યા છે. બાળકોમાં કેટલો ધાર્મિક ઉત્સાહ છે તેનો થોડોક
ખ્યાલ આ ઉપરથી પણ આવી શકશે કે બે વર્ષમાં જ બાળકોએ સાત આઠ હજાર રૂા. જેટલી
રકમ બાલવિભાગના વિકાસમાં વાપરવા માટે સોનગઢ–સંસ્થામાં આપી છે.
* વૈરાગ્ય સમાચાર: સુરેન્દ્રનગરના શેઠશ્રી જગજીવન ચતુરભાઈના પુત્ર
ભાઈશ્રી જયંતિલાલ જગજીવન તા. ૨૦–૧૧–૬૮ ના રોજ સ્વર્ગવાસ પામી ગયા. તેઓ
અવારનવાર સોનગઢ આવીને લાભ લેતા; છેલ્લા કેટલાક વખતથી બિમાર રહેતા છતાં
સ્વાધ્યાય વગેરે કરતા હતા. તેમની બે બ્ર. બહેનો (શારદાબેન અને સુશીલાબેન) જેઓ
સોનગઢ–આશ્રમમાં રહે છે તેઓ પણ આગલે જ દિવસે સુરેન્દ્રનગર પહોંચી ગયા હતા.
દેવ–ગુરુ–ધર્મના શરણે તેઓ આત્મહિત પામો.
“ઉપકાર–અંજલિ” ના લખાણ બાબત બાલ સભ્યોને ખાસ જણાવવાનું કે બાલવિભાગ
તરફથી ગુરુદેવ પ્રત્યે અંજલિ અર્પણ કરવાનો આપણે આ પહેલો જ પ્રસંગ છે, તો તમે સૌ અત્યંત
ઉત્સાહથી જરૂર ભાગ લેજો. તમને આવડે તેવું લખાણ, કવિતા, ચિત્ર, ટૂચકા, કોયડા, વગેરે
હોંશેહોંશે લખી મોકલો. તમારું લખાણ હજી બે માસ સુધી (માહ સુદ પુનમ સુધી) સ્વીકારીશું.
ઘણાય સભ્યોનું સુંદર લખાણ આવી ગયું છે, બાકીનાં સભ્યો પણ તરત મોકલી આપો:–
જાગો જાગો આજ...હે બાળકો તમામ;
આપણે સૌ હોંશે કરીએ, અંજલિનું કામ.
વીરપ્રભુમાર્ગ આજે બતાવે ગુરુ કહાન,
એને સમજી સહુ બનો વીરનાં સન્તાન.