: માગશર : ૨૪૯પ આત્મધર્મ : ૪૩ :
જૈન બાળપોથી મંગાવો....શીખો....ને પરીક્ષા આપો
વહાલા વીરનાં સન્તાનો!
વીર થવા માટે આપણે વીરના માર્ગને જાણવો જોઈએ, અને તે માટે જૈન
તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ. તે માટે સમયસાર વગેરે મહાન શાસ્ત્રો ઘણાંય છે.
નાના બાળકોને, એટલે કે વીરપ્રભુનાં સંતાનોને શરૂઆતમાં અભ્યાસ માટેનું એક
નાનકડું ધર્મપુસ્તક જૈનબાળપોથી છે, તેમાં નાના પાઠોવડે જીવ–અજીવનું, દેવ–ગુરુ–
ધર્મનું તથા સમ્યગ્દર્શન વગેરેનું સ્વરૂપ સમજાવ્યું છે. આ જૈનબાળપોથીની ૭પ૦૦૦
જેટલી નકલ આજે તો જૈનસમાજમાં ઘરેઘરે વંચાય છે. પણ તેના વ્યવસ્થિત અભ્યાસ
માટે અને પછી તેની પરીક્ષા માટે એક નાની યોજના અહીં રજુ થાય છે–
* પ્રથમ તો આપના ઘરમાં જૈનબાળપોથી ન હોય તો તા. ૩૧ જાન્યુઆરી
સુધીમાં (આત્મધર્મ બાલવિભાગ, સોનગઢ સૌરાષ્ટ્ર) એ સરનામે લખવાથી આપને તે
ઘેરબેઠા ભેટ મળશે. એકથી વધુ પ્રત જોઈએ તો દરેક પ્રતદીઠ પચીસ પૈસા કિંમત છે.
* આ જૈનબાળપોથીમાં ૨૮ પાઠ છે; તમે દરરોજ એક પાઠ પાકો કરો અને
વડીલો પાસેથી બરાબર સમજો, તો એક મહિનામાં આવડી જશે. તે ઉપરાંત
આત્મધર્મમાં તેને લગતું લખાણ–પ્રશ્નોતર વગેરે આવે તે પણ બરાબર સમજીને યાદ
રાખો. નાના–મોટા સૌ આમાં રસ લઈ શકે છે.
* જૈનબાળપોથી આપ સૌ બે–ત્રણ માસમાં તો બરાબર ભણી જશો. ત્યારપછી
ચૈત્ર કે વૈશાખ માસમાં સોનગઢથી એક પ્રશ્નપત્ર (પરીક્ષાનું પેપર) મોકલીશું, તેના
જવાબો લખીને મોકલજો...ને વધુ માર્ક મેળવીને ઈનામ મેળવજો.
ઠીક ત્યારે, ઘરમાંથી બાળપોથી શોધી કાઢો...ને ‘અમે તો વીરતણાં સન્તાન’ થી
શરૂ કરો. તમને જરૂર આનંદ થશે.
जयजिनेन्द्र.