: ૪૪ : આત્મધર્મ : માગશર : ૨૪૯પ
–: વૈરાગ્ય સમાચાર:–
લાડનૂવાળા શેઠ શ્રી વછરાજજી
ગંગવાલ કલકત્તામાં તા. ૩–૧૧–૬૮ (કારતક
સુદ ૧૪) ના રોજ સ્વર્ગવાસ પામી ગયા.
છેલ્લા દોઢેક વર્ષથી તેઓ બિમાર હતા ને
ગુરુદેવના દર્શનની તેમને ખૂબ તમન્ના હતી.
સત્તર વર્ષ પહેલાં (સં. ૨૦૧૭ના ફાગણમાં)
તેઓ સોનગઢ આવ્યા ને ગુરુદેવના પ્રવચનથી
તેમ જ અધ્યાત્મ–વાતાવરણથી ખૂબ પ્રભાવિત
થયા, એટલું જ નહિ પણ લગભગ સવાલાખ
રૂા. ના ખર્ચે સોનગઢમાં બહેનો માટે શ્રી
ગોગીદેવી–શ્રાવિકાબ્રહ્મચર્યાશ્રય પણ તેમણે
ઘણા ભાવથી બંધાવી આપ્યો; ત્યારપછી
અવારનવાર સોનગઢ આવીને તેઓ લાભ
લેતા. માનસ્તંભપ્રતિષ્ઠા પ્રસંગે તેઓ સૌધર્મેન્દ્ર
થયા હતા. સમ્મેદશિખર વગેરેની યાત્રા વખતે તેઓ સાથે જ હતા. સં. ૨૦૨૩ની
યાત્રામાં પણ, નરમ તબીયત છતાં લાડનૂથી કલકત્તા સુધી તેઓ ગુરુદેવની સાથે જ
રહ્યા હતા. તેમના ખાસ આગ્રહથી ગુરુદેવ સંઘસહિત બે વાર (સં. ૨૦૧૩ તથા
૨૦૨૩ માં) લાડનૂશહેર પધાર્યા હતા ને તે વખતે શેઠજીએ ઘણા ઉલ્લાસથી
આગતાસ્વાગતા કરી હતી. પોતાની નરમ તબીયત છતાં ગુરુદેવની સાથે યાત્રાપ્રવાસ
વગેરેમાં રહેવાનું તેમને ખૂબ ગમતું; તેમજ પૂ. બેનશ્રી–બેન પ્રત્યે પણ તેમને ઘણો
આદર હતો; તેઓ છેવટ સુધી સોનગઢનું ને ગુરુદેવના દર્શનનું રટણ કરતા હતા.
પંચપરમેષ્ઠી ભગવંતોનો આશ્રય પામીને તેમનો આત્મા પોતાનું આત્મહિત સાધે–
એમ ઈચ્છીએ.
* બોટાદના ભાઈશ્રી વૃજલાલ મગનલાલ કારતક સુદ આઠમના રોજ સ્વર્ગવાસ
પામ્યા છે. અવારનવાર સોનગઢ આવીને તેઓ ગુરુદેવનો લાભ લેતા હતા. દેવ–ગુરુના
શરણે તેમનો આત્મા આત્મહિત પામો.