Atmadharma magazine - Ank 303
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 49

background image
: પોષ : ૨૪૯પ આત્મધર્મ : ૧૯ :
છે. આચાર્ય–ઉપાધ્યાય–સાધુ ત્રણે થઈને નવ કરોડમાં થોડા ઓછા છે.
(પાંચમા અને ચોથા ગુણસ્થાનવાળા જીવો અસંખ્યાત છે)
(૩) જગતમાં ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિ જીવો કેટલા?–અનંતા.
(૪) સમયસારમાં અધિકાર કેટલા? તેનાં નામ?
સમયસારમાં નવ અધિકાર, તેનાં નામ–(૧) જીવ–અજીવઅધિકાર (૨)
કર્તાકર્મ (૩) પુણ્ય–પાપ (૪) આસ્રવ (પ) સંવર (૬) નિર્જરા (૭)
બંધ (૮) મોક્ષ અને (૯) સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર. (કુલ ગાથા
૪૧પ)
ભગવાનની કથા
પ્રશ્ન:– જૈનકથાનુયોગમાં (પ્રથમાનુયોગમાં) આત્માના અનુભવની વાત
હોય? (સ. નં. ૨૨૨૨)
ઉત્તર:– હા, જૈનકથાઓમાં પણ તીર્થંકરાદિ મહાપુરુષોના અનેક ભવનું
વર્ણન હોય છે તેમાં, તે આત્માઓ જ્ઞાન પામ્યા પહેલાં કેવા હતા, પછી કોના
ઉપદેશથી કેવા પ્રકારે આત્મજ્ઞાન પામ્યા, ને પછી આત્મિક વિકાસ કરીને કઈ
રીતે પરમાત્મા થયા–તે બધાનું અદ્ભુત વર્ણન હોય છે–કે જે આપણને તેવા
જ્ઞાનની પ્રેરણા આપે છે. બીજું, એ લક્ષમાં રાખવું કે જૈનધર્મના કથાનુયોગમાં
બીજા ત્રણ (દ્રવ્યાનુયોગ વગેરે) અનુયોગોનું કથન પણ ગર્ભિતપણે સમાયેલું
જ હોય છે. આત્માની સાધના કરનારા જીવોનું ઉદાહરણ આપીને કથાનુયોગ તે
વાત આપણને સમજાવે છે. ભગવાને કેવો ઉપદેશ આપ્યો, અનેક જીવો
સમ્યગ્દર્શનાદિ કઈ રીતે પામ્યા, કેવા કેવા પ્રસંગોમાં વૈરાગ્ય પામી જીવો મુનિ
થયા, ને કેવી રીતે કેવળજ્ઞાન પ્રગટ કર્યું–એ બધાનું વર્ણન કથાનુયોગમાં ભર્યું
છે. જૈનધર્મની કથા એ તો ભગવાનની કથા છે ને! એ તો આત્માને ભગવાન
થવાનો ઉપદેશ આપે છે.