Atmadharma magazine - Ank 303
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 49

background image
: ૨૦ : આત્મધર્મ : પોષ : ૨૪૯પ
સમ્યગ્દર્શન માટે પ્રાપ્ત
થયેલો સોનેરી અવસર
(મોહના ક્ષયનો અમોઘ ઉપાય)
અહા, જે ઉપાય ઉલ્લાસથી સાંભળતાં પણ મોહબંધન
ઢીલા પડવા માંડે....અને જેનું ઊંડું અંતર્મંથન કરતાં
ક્ષણવારમાં મોહ ક્ષય પામે એવો અમોઘ ઉપાય સન્તોએ
દર્શાવ્યો છે. જગતમાં ઘણો જ વિરલ ને ઘણો જ દુર્લભ એવો
જે સમ્યક્ત્વાદિનો માર્ગ, તે આ કાળે સન્તોના પ્રતાપે સુગમ
બન્યો છે...એ ખરેખર મુમુક્ષુ જીવોના કોઈ મહાન સદ્ભાગ્ય
છે. આવો અલભ્ય અવસર પામીને સંતોની છાયામાં બીજું
બધું ભૂલીને આપણે આપણા આત્મહિતના પ્રયત્નમાં
કટિબદ્ધ થઈએ.
સ્વભાવની સન્મુખતા વડે રાગ–દ્વેષ–મોહનો ક્ષય કરીને જેઓ સર્વજ્ઞ
અરિહંત પરમાત્મા થયા, તેમણે ઉપદેશેલો મોહના નાશનો ઉપાય શું છે? તે
અહીં આચાર્યદેવ બતાવે છે. પહેલાં એમ બતાવ્યું કે ભગવાન અર્હંતદેવનો
આત્મા દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેથી શુદ્ધ છે, એમના આત્માના શુદ્ધ દ્રવ્ય–ગુણ–
પર્યાયને ઓળખીને, પોતાના આત્માને તેની સાથે મેળવતાં, જ્ઞાન અને રાગનું
ભેદજ્ઞાન થઈને, સ્વભાવ અને પરભાવનું પૃથક્કરણ થઈને, જ્ઞાનનો ઉપયોગ
અંતરસ્વભાવમાં વળે છે, ત્યાં એકાગ્ર થતાં ગુણ–પર્યાયના ભેદનો આશ્રય પણ
છૂટી જાય છે, ને ગુણભેદનો વિકલ્પ છૂટીને, પર્યાય શુદ્ધાત્મામાં અંતર્લીન થતાં
મોહનો ક્ષય થાય છે.
એ રીતે ભગવાન અર્હંતના જ્ઞાનદ્વારા મોહના નાશનો ઉપાય બતાવ્યો; હવે
એ જ વાત બીજા પ્રકારે બતાવે છે–તેમાં ભગવાને કહેલા શાસ્ત્રના જ્ઞાનદ્વારા
મોહના નાશની રીત બતાવે છે: પ્રથમ તો જેણે પ્રથમ ભૂમિકામાં ગમન કર્યું છે એવા
જીવની વાત છે. સર્વજ્ઞભગવાન કેવા હોય? મારો આત્મા કેવો છે? મારા આત્માનું
સ્વરૂપ સમજીને મારે