Atmadharma magazine - Ank 303
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 49

background image
: પોષ : ૨૪૯પ આત્મધર્મ : ૨૧ :
મારું હિત કરવું છે–એવું જેને લક્ષ હોય તે જીવ મોહના નાશને માટે શાસ્ત્રનો
અભ્યાસ ક્યા પ્રકારે કરે? તે બતાવે છે. તે જીવ સર્વજ્ઞોપજ્ઞ એવા દ્રવ્યશ્રુતને પ્રાપ્ત
કરીને, એટલે કે ભગવાનના કહેલા સાચા આગમ કેવા હોય તેનો નિર્ણય કરીને,
પછી તેમાં જ ક્રીડા કરે છે...એટલે આગમમાં ભગવાને શું કહ્યું છે–તેના નિર્ણય માટે
સતત અંતરમંથન કરે છે. દ્રવ્યશ્રુતના વાચ્યરૂપ શુદ્ધઆત્મા કેવો છે તેનું ચિંતન–
મનન કરવું–એનું જ નામ દ્રવ્યશ્રુતમાં ક્રીડા છે.
દ્રવ્યશ્રુતના રહસ્યના ઊંડા વિચારમાં ઊતરે ત્યાં મુમુક્ષુને એમ થાય કે
આહા! આમાં આવી ગંભીરતા છે!! રાજા પગ ધોતો હોય ને જે મજા આવે–તેના
કરતાં શ્રુતના સૂક્ષ્મ રહસ્યોના ઉકેલમાં જે મજા આવે–તે તો જગતથી જુદી જાતની
છે. શ્રુતના રહસ્યના ચિંતનનો રસ વધતાં જગતના વિષયોનો રસ ઊડી જાય છે.
અહો, શ્રુતજ્ઞાનના અર્થના ચિંતનવડે મોહની ગાંઠ તૂટી જાય છે. શ્રુતનું રહસ્ય જ્યાં
ખ્યાલમાં આવ્યું કે અહો, આ તો ચિદાનંદસ્વભાવમાં સ્વસન્મુખતા કરાવે છે...
વાહ!
ભગવાનની વાણી! વાહ. દિગંબર સંતો! –એ તો જાણે ઉપરથી સિદ્ધભગવાન
ઊતર્યા! અહા ભાવલિંગી દિગંબર સંતમુનિઓ!–એ તો આપણા પરમેશ્વર છે, એ
તો ભગવાન છે. ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય, પૂજ્યપાદસ્વામી, ધરસેનસ્વામી,
વીરસેનસ્વામી, જિનસેનસ્વામી, નેમિચંદ્રસિદ્ધાંતચક્રવર્તી, સમન્તભદ્રસ્વામી,
અમૃતચંદ્રસ્વામી, પદ્મપ્રભસ્વામી, અકલંકસ્વામી, વિદ્યાનંદસ્વામી, ઉમાસ્વામી,
કાર્તિકેયસ્વામી એ બધાય સન્તોએ અલૌકિક કામ કર્યા છે. શુદ્ધ આત્માના પ્રચુર
સ્વસંવેદનપૂર્વક તેમની વાણી નીકળી છે.
અહા! સર્વજ્ઞની વાણી અને સન્તોની વાણી ચૈતન્યશક્તિનાં રહસ્યો
ખોલીને આત્મસ્વભાવની સન્મુખતા કરાવે છે. એવી વાણીને ઓળખીને તેમાં ક્રીડા
કરતાં, તેનું ચિંતન–મનન કરતાં જ્ઞાનના વિશિષ્ટ સંસ્કાર વડે આનંદની સ્ફુરણા
થાય છે, આનંદના ફૂવારા ફૂટે છે, આનંદના ઝરા ઝરે છે. જુઓ, આ શ્રુતજ્ઞાનની
ક્રીડાનો લોકોત્તર આનંદ! હજી શ્રુતનો પણ જેને નિર્ણય ન હોય તે શેમાં ક્રીડા
કરશે? અહીં તો જેણે પ્રથમ ભૂમિકામાં ગમન કર્યું છે એટલે કે દેવ–ગુરુ–શાસ્ત્ર કેવા
હોય તેની કંઈક ઓળખાણ કરી છે તે જીવ કઈ રીતે આગળ વધે છે ને કઈ રીતે
મોહનો નાશ કરીને સમ્યક્ત્વ પ્રગટ કરે છે–તેની આ વાત છે. દ્રવ્યશ્રુતમાં ભગવાને
એવી વાત કરી છે કે જેના અભ્યાસથી આનંદના ફૂવારા છૂટે! ભગવાન આત્મામાં
આનંદનું સરોવર ભર્યું છે, તેની