યોજાયેલ, તેમાં ઘણાએ ભાગ લીધો ને ઈનામો વહેંચાયા હતા. હવે ‘શ્રીમદ્ રાજચંદ્ર’
સંબંધી લેખન–વકતૃત્વસ્પર્ધા યોજાશે.
બીજા કોઈની–તેમાં મતભેદ સંભવ છે, પરંતુ એકવાર હિમાલયની ગોદમાં
જૈનધર્મનો ડંકો વાગતો હતો–તેનાં અનેક પ્રમાણ છે. દેહરાદૂનથી નજીબાબાદ
(બિજનોર જિલ્લા) સુધી ફેલાયેલી શિવાલિક પર્વતમાળામાં, તેમજ તીબેટ–
ભારતની સરહદના ગઢદેશના સમસ્ત ક્ષેત્રમાં જૈનધર્મ–સંબંધી પુરાતત્ત્વો
પથરાયેલા છે. એમ જણાય છે કે પહેલાં આ ક્ષેત્રોમાં જૈનમંદિરો હતા–જે કાળ
પ્રભાવે ક્ષીણ થઈ ગયા; અને બદરીનાથ નજીકના નારદ–કુંડમાં અનેક જૈનમૂર્તિઓ
હતી. શંકરાચાર્ય જ્યારે બદ્રીકાશ્રમ પહોંચ્યા અને ત્યાંના મંદિર માટે ભગવાનની
મૂર્તિની જરૂર પડી ત્યારે નારદકુંડમાંથી પ્રાપ્ત ભગવાન પાર્શ્વનાથની મૂર્તિને જ
સાતમી શતાબ્દિમાં (લગભગ ૧૩૦૦ વર્ષ પહેલાં) જ્યારે હ્યુ–એન–સંગ ચીનીયાત્રી
ભારત આવેલ ત્યારે તે નગરીનો બ્રહ્મપુરી નામથી તેણે ઉલ્લેખ કર્યો છે. ગંગાની
મુખ્ય શાખા અલકનંદાના કિનારે વસેલી એ અત્યંત પ્રાચીન શ્રીનગરી લગભગ ૮૦
વર્ષ પહેલાં એક મોટા પૂરમાં તણાઈ ગઈ; તે પુરાણા શ્રીનગરમાં પણ જૈનમંદિર
હતા. પછી તે પ્રાચીન નગરના સ્થળની નજીકમાં એક ઊંચી પહાડી પર આધુનિક
ઢંગથી નવું શ્રીનગર વસ્યું. તેની મુખ્ય બજારમાં એક જૈનમહોલ્લો પણ વસ્યો, જેની
પાછળ દિગંબર જૈનમંદિર બન્યું. પ્રાચીન મંદિરની મૂર્તિઓ આ નવા મંદિરમાં ઈ. સ.
૧૯૨પ લગભગમાં (આજથી ૪૪ વર્ષ પહેલાં) સ્થાપિત કરવામાં આવી. આ નવા
મંદિરનું નિર્માણ બે શ્રાવકોએ કરાવ્યું,–મનોહરલાલ જૈન તથા પ્રતાપસિંહ જૈન.