Atmadharma magazine - Ank 303
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 36 of 49

background image
: પોષ : ૨૪૯પ આત્મધર્મ : ૩૩ :
મારા ગુરુએ મને કહ્યું, તે મેં સર્વ પ્રકારના ઉદ્યમથી અંતર્મંથન કરીને નિર્ણય કર્યો...મારો
ઉદ્યમ થતાં કાળલબ્ધિ પણ ભેગી જ આવી ગઈ...કર્મો પણ ખસી ગયા...સર્વ પ્રકારના
ઉદ્યમથી સાવધાન થઈને હું મારું સ્વરૂપ સમજ્યો. હું મારું શુદ્ધસ્વરૂપ જેવું સમજ્યો તેવું
જ સર્વજ્ઞ પરમાત્માએ અને શ્રીગુરુએ મને કહ્યું હતું; આ રીતે દેવ–ગુરુ–શાસ્ત્રોએ શું
સ્વરૂપ સમજાવ્યું તેનો પણ યથાર્થ નિર્ણય થયો.
ભેદજ્ઞાન થતાં ઉપયોગે પોતાના આત્માને જ પોતામાં ધારણ કર્યો, એ સિવાય
સમસ્ત રાગાદિ અન્ય ભાવોને પોતાથી જુદા જાણીને ભિન્નતા કરી. દર્શન–જ્ઞાન–
ચારિત્રરૂપે પરિણમેલો તે ઉપયોગ પોતાના આત્માના આનંદબગીચામાં જ કેલિ કરે છે.
આત્મા પોતે આનંદનો બગીચો છે, તેમાં ધર્મીનો ઉપયોગ રમે છે.
ભેદજ્ઞાન થતાં આત્માનો અનુભવ થયો, એટલે મોહનો નાશ થયો, ને
જ્ઞાનપ્રકાશ પ્રગટ થયો. પહેલાં હું અજ્ઞાની હતો ને હવે હું જ્ઞાની થયો–એમ બંને દશામાં
સળંગ ધ્રુવતા રહી; આ રીતે ઉત્પાદ–વ્યય–ધ્રુવ સમાઈ જાય છે.
ભેદજ્ઞાન થયું ત્યારે જીવને ભાન થયું કે–અરે, અજ્ઞાનથી મોહિત હતો તે દશા
તો ઉન્મત્ત જેવી હતી, ઉન્મત્તની માફક જડરૂપે (શરીરરૂપે) પોતાને માનતો; પણ
વિરક્ત નિર્મોહી આત્મજ્ઞ ગુરુઓએ મને નિરંતર મારું સ્વરૂપ સમજાવીને ભેદજ્ઞાન
કરાવ્યું.
અહીં ‘ગુરુએ નિરંતર સમજાવ્યું’ એમ કહ્યું તેમાં ખરેખર તો એવો આશય છે
કે શ્રી ગુરુએ જેવું પરભાવથી ભિન્ન એકરૂપ આત્મસ્વરૂપ ચૈતન્યચિહ્નથી બતાવ્યું તેવું
બરાબર લક્ષમાં લઈને, બીજેથી રુચિ હઠાવીને શિષ્યે પોતે નિરંતર અંતર્મુખ અભ્યાસ
કરીને અનુભવ કર્યો; ગુરુએ જેવો કહ્યો તેવો આત્મા નિરંતર અભ્યાસ વડે
અનુભવમાં લીધો, ત્યાં ઉપકારબુદ્ધિથી તે શિષ્ય કહે છે કે અહો! મારા ગુરુએ મારા
ઉપર મહાન પ્રસન્નતા કરીને મને નિરંતર મારો આત્મા સમજાવ્યો. ગુરુ નિરંતર
એના હૃદયમાં વસે છે એટલે ગુરુ નિરંતર તેને સમજાવી જ રહ્યા છે. ‘નિરંતર
સમજાવવાનું’ કહીને શિષ્યમાં નિરંતર સમજવાની ઉગ્ર ધગશ કેવી છે તે બતાવ્યું છે.
વચ્ચે ભંગ પડ્યા વગર નિરંતર અનુભવ માટે ઉદ્યમ કરે છે–એવી શિષ્યની તૈયારી છે
ત્યાં નિમિત્ત તરીકે શ્રી ગુરુ પણ નિરંતર જ સમજાવે છે એમ કહ્યું. ઉપદેશની ભાષા
ભલે નિરંતર ન હોય, પણ તે ઉપદેશમાં જે ભાવ બતાવ્યો–જે શુદ્ધાત્મા બતાવ્યો, તે
શિષ્યના અંતરમાં નિરંતર વર્તે છે એટલે તેને તો નિરંતર ગુરુ સમજાવી જ રહ્યા છે.
આહા! જુઓ, આ આત્મઅનુભવને માટે શિષ્યનો ઉમંગ! ને શિષ્યની તૈયારી!
‘નિરંતર’ કહીને શિષ્યની